Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : violence after PSG win in Paris, cars break down in valley in Himachal Pradesh, special buses for IPL final in Ahmedabad

NEWS AFTERNOON: પેરિસમાં PSGની જીત બાદ ભારે હિંસા, હિમાચલ પ્રદેશમાં ખીણમાં કાર ખાબકી, અમદાવાદમાં IPL ફાઇનલ માટે સ્પેશિયલ બસો

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

1. પેરિસમાં હિંસા: PSGની જીત બાદ ભારે હોબાળો, ૪૦૦ જેટલા લોકોની ધરપકડ!

App Store

પેરિસ સેન્ટ-જર્મેન બીજી વખત ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતતાં જ ફ્રાન્સની રાજધાની પેરિસમાં મોડી રાત્રે હિંસા ભડકી ઉઠી હતી. ઉત્પાત મચાવનારાઓએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને એફિલ ટાવર પાસે પણ આગ લગાડવામાં આવી હતી, જેમાં પોલીસે આશરે ૪૦૦ લોકોની ધરપકડ કરી છે.

2. હિમાચલના ચંબામાં કાળજું કંપાવનારો અકસ્માત: કાર ખીણમાં ખાબકતાં ૮ પ્રવાસીઓના મોત

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના દુર્ગમ પહાડી રસ્તા પર પ્રવાસીઓથી ભરેલી કાર અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી ગઈ છે. આ દર્દનાક દુર્ઘટનામાં છત્તીસગઢના બે પરિવારોના ૭ સભ્યો સહિત કુલ ૮ લોકોના મોતની આશંકા છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.

3. પાકિસ્તાનથી રચાતું આતંકી કાવતરું નિષ્ફળ: પુણે અને ઝારખંડથી બે આરોપી ઝડપાયા

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશના મોટા શહેરોને હચમચાવવાનું આતંકી કાવતરું નાકામ કર્યું છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ દ્વારા સંચાલિત આ મોડ્યુલના બે શૂટર્સની પુણે અને ઝારખંડથી ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી-મુંબઈ સહિત ૫ શહેરોમાં બ્લાસ્ટ પ્લાન કરી રહ્યા હતા.

4. IPL ફાઇનલનો રોમાંચ: અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે દોડશે 52 સ્પેશિયલ BRTS બસ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને RCB વચ્ચે IPL-૨૦૨૬ની મહાફાઇનલ મેચ રમાશે. ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ આવવા-જવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે BRTS દ્વારા મોડી રાત સુધી ૫૨ વધારાની વિશેષ બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે.

5. ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી! આણંદમાં ઓવરબ્રિજનો આખો સ્પાન જમીનદોસ્ત

સરકારી પ્રોજેક્ટ્સની ગુણવત્તા પર ફરી મોટા સવાલો ઉઠ્યા છે. આણંદના અડાસ ગામે બની રહેલા રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ શનિવારે અચાનક કડાકાભેર તૂટી પડ્યો હતો. સદનસીબે દુર્ઘટના સમયે નીચે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે.

6. જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માત: રોષે ભરાયેલા ટોળાએ ડમ્પર સળગાવ્યું!

જૂનાગઢના વંથલી નજીક બેફામ સ્પીડે આવતા રેતીના ડમ્પરે બાઈકને હડફેટે લેતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પુત્રની નજર સામે માતાનું મોત થતાં રોષે ભરાયેલા લોકોએ ડમ્પરને આગ ચાંપી દીધી હતી અને પોલીસ સ્ટેશન બહાર ન્યાય માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.

7. લીંબડીમાં રેન્જ IGના દરોડા: ૩.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત, પોલીસ શંકાના દાયરામાં!

સુરેન્દ્રનગરના લીંબડીમાં ભોગાવો નદીમાંથી ચાલતી ગેરકાયદેસર રેતી ચોરી પર રેન્જ આઈજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ત્રણ ગેરકાયદેસર વોશ પ્લાન્ટ પર દરોડા પાડી ૩.૫૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કૌભાંડમાં સ્થાનિક પોલીસ કર્મચારીઓની સંડોવણીની પણ શંકા છે.

આજના દિવસનો ઈતિહાસ

તો 31 મે, 1725ના રોજ ભારતની મહાન અને લોકપ્રિય શાસિકા અહિલ્યાબાઈ હોળકરનો જન્મ થયો હતો. તેમણે ઇન્દોર રાજ્યનું સફળતાપૂર્વક શાસન કર્યું અને કાશી વિશ્વનાથ સહિત અનેક મંદિરો અને ઘાટોના પુનઃનિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું."

આજના દિવસ-રાતના ચોઘડિયા

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

આજનો સુવિચાર

"સાચું નેતૃત્વ સત્તાથી નહીં, પરંતુ સેવા અને ન્યાયથી ઓળખાય છે"