Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : NEWS@ EVENING: Hopes for cheaper airfare, big setback for BJP in Tamil Nadu?

NEWS@ EVENING: વિમાન ભાડું સસ્તું થવાની આશા, ભાજપને તમિલનાડુમાં મોટો ઝટકો?

Timeછેલ્લું અપડેટ : 01 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

1. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો!

App Store

એવિએશન સેક્ટર માટે વૈશ્વિક બજારમાંથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે વપરાતા જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમતોમાં ભારે 27 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી વિદેશ પ્રવાસનું ભાડું સસ્તું થવાની આશા છે. જોકે, ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી.

2. ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ બન્યા જામનગરના મહેમાન!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ વિશેષ વિમાન દ્વારા જામનગર આવી પહોંચ્યા છે. તેમના આગમનને પગલે એરપોર્ટથી રિલાયન્સ સંકુલ સુધી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તેઓ જામનગરમાં આવેલા પ્રખ્યાત 'વનતારા' એનિમલ કેર સેન્ટરની મુલાકાત લેવાના છે.

3. શું તમિલનાડુમાં કે. અન્નામલાઈ બનાવશે નવી પાર્ટી?

દક્ષિણ ભારતમાં ભાજપનો મોટો ચેહરો ગણાતા કે. અન્નામલાઈને લઈને રાજકીય અટકળો તેજ થઈ છે. અહેવાલો મુજબ, તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ પાર્ટી છોડીને પોતાની નવી રાજકીય પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

4. પશ્ચિમ બંગાળમાં TMC સાંસદની ઓફિસ પર હુમલો અને તોડફોડ!

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ટીએમસી સાંસદ બાપી હાલદારની ઓફિસ પર ઉગ્ર ભીડે હુમલો કરી તોડફોડ મચાવી છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે રાહત સામગ્રી જરૂરતમંદોને આપવાને બદલે ઓફિસમાં છુપાવી રાખવામાં આવી હતી. ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવ વચ્ચે પોલીસ સુરક્ષા વધારી દેવાઈ છે.

5. ગાંધીનગરમાં 5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા!

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ગાંધીનગરમાં મોટી કાર્યવાહી કરી છે. ઉર્જા વિભાગના ક્લાસ-વન અધિકારી અશ્વિન બી. ચૌધરીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવાયા છે. એટલું જ નહીં, એસીબીના દરોડા દરમિયાન અધિકારીના અલગ-અલગ લોકેશન પરથી 2.64 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળી આવી છે.

6. વડોદરામાં લક્ઝુરિયસ કારની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત!

વડોદરાના આજવા રોડ પર પૂરઝડપે આવતી સફેદ રંગની લક્ઝુરિયસ કારે 65 વર્ષીય વૃદ્ધા શારદાબેનને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યા હતા, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માત્ર 3 સેકન્ડના આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. કારમાં વિદેશી નાગરિકો હોવાની ચર્ચા વચ્ચે પોલીસે ગુનો નોંધ્યો છે.

7. આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો!

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના મોટી રાસલી ગામે વેકેશન માણવા આવેલી 6 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ ઘાતક હુમલો કર્યો છે. ઘરના આંગણામાં રમતી બાળકીની ચીસાચીસ સાંભળી પરિવારજનો દોડી આવતા દીપડો નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે રોષ અને ડરનો માહોલ છે.