Video: EVENING BULLETIN / યુક્રેનનો રશિયા પર ભીષણ હુમલો, કોર્પોરેટર અને અધિકારી વચ્ચે મારામારી, ધીરેન્દ્ર શાસ્ત્રીએ માંગી માફી

સોર્સ: gstv

યુક્રેનનો રશિયા પર ભીષણ હુમલો

અમેરિકી ચૂંટણીઓ પહેલાં યુક્રેને રશિયાની બે મોટી ઓઇલ રિફાઇનરીઓ પર ભીષણ ડ્રોન હુમલા કરી આગ ચાંપી દીધી છે. ક્રેમલિને આક્ષેપ કર્યો છે કે યુક્રેન હવે અમેરિકાની સૂચનાઓને પણ નજરઅંદાજ કરી રહ્યું છે.

બાંગ્લાદેશમાં વેતન વધારા મુદ્દે હિંસક વિરોધ

વિશ્વના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં લઘુત્તમ વેતન વધારવાની માંગ સાથે હજારો મજૂરો રસ્તા પર ઊતરી આવ્યા છે. હાઇવે જામ અને પોલીસ સાથેની હિંસક અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો છે.

જાહેરાત

ધીરેન્દ્ર શાસ્ત્રીએ માંગી માફી

એક કથા દરમિયાન ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની તુલનાત્મક ટિપ્પણી કરવા બદલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઘેરાયા છે. ભારે વિરોધ અને વિવાદ બાદ આખરે તેમણે કેમેરા સામે હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી છે.

દિલ્હી-NCRમાં ગ્રીન ફટાકડાને મંજૂરી

દિલ્હી-NCRમાં દિવાળી પર સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ૭ અને ૮ નવેમ્બરે સવારે ૬ થી ૭ અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

કોર્પોરેટર અને અધિકારી વચ્ચે મારામારી

વડોદરાના રામદેવનગરમાં સ્થાનિક વિકાસકામોના પ્રશ્ને વોર્ડ-૪ના ભાજપ કોર્પોરેટર મયુર ચોવટિયા અને પાલિકા અધિકારી વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ હતી. વિડીયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો છે.

જૂનાગઢમાં AAPની કલેક્ટરને રજૂઆત

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોને પૂરતી સહાય, પશુઓ માટે ઘાસચારાના ડેપો અને સૌની યોજનાના પાણીની યોગ્ય વ્યવસ્થા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત