VIDEO: EVENING BULLETIN / બેંગલુરુમાં ચૂંટણી પંચ સામે ચપ્પલ આંદોલન, UPI પેમેન્ટ પર ચાર્જ મુદ્દે સસ્પેન્સ, ઇડર ખનન વિવાદ: સુપ્રીમની કમિટી ગ્રાઉન્ડ પર
સાઉદી અરેબિયાના એરપોર્ટ્સ પર હૂતી હુમલો
સાઉદી અરેબિયાના રિયાધ અને આભા એરપોર્ટ પર યમનના હૂતી વિદ્રોહીઓએ ભીષણ હુમલો કર્યો છે, જેમાં ૩ નાગરિકોનાં મોત અને ૩૬થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ સાઉદી ગઠબંધને હૂતી ઠેકાણાઓ પર ધડાધડ જવાબી એરસ્ટ્રાઇક કરી છે.
સ્ટારલિંક વિવાદ પર એલન મસ્કનો ખુલાસો
મણિપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા સ્ટારલિંકના ઉપયોગના દાવાઓને સ્પેસએક્સના વડા એલન મસ્કે સંપૂર્ણપણે ફગાવી દીધા છે. મસ્કે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં સ્ટારલિંકના સેટેલાઇટ્સ સંપૂર્ણ બંધ છે, તેથી તેનો દુરુપયોગ શક્ય જ નથી.
બેંગલુરુમાં ચૂંટણી પંચ સામે ચપ્પલ આંદોલન
ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા અને ચીફ ઈલેક્શન કમિશનર સામે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં કોકરોચ જનતા પાર્ટીએ અનોખું 'ચપ્પલ આંદોલન' યોજ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં અભિનેતા પ્રકાશ રાજ અને યૂટ્યૂબર ધ્રુવ રાઠી પણ જોડાયા હતા.
UPI પેમેન્ટ પર ચાર્જ મુદ્દે સસ્પેન્સ
૧૫ ઓક્ટોબરથી ૨ હજારથી વધુના પસંદગીના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ૦.૪ ટકા એમડીઆર ચાર્જ લાગવાની તૈયારી છે. જોકે આ ડેડલાઇન નજીક આવતા જ વેપારી સંગઠનો અને ફિનટેક કંપનીઓએ આ નિર્ણય જાન્યુઆરી ૨૦૨૭ સુધી પાછો ઠેલવાની માંગ કરી છે.
ઇડર ખનન વિવાદ: સુપ્રીમની કમિટી ગ્રાઉન્ડ પર
ઇડરની ગિરિમાળાઓમાં ગેરકાયદે ખનન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટની વિશેષ કમિટી તપાસ માટે ઇડર પહોંચી છે. કમિટીએ સ્થાનિકો અને લીઝ ધારકો સાથે બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી છે અને ટૂંક સમયમાં સમગ્ર અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપશે.
અમરેલીમાં મહેસૂલી કર્મીઓની હડતાળથી જનતા પરેશાન
અમરેલી જિલ્લામાં પડતર ૧૪ માંગણીઓને લઈને મહેસૂલી વિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ સાથે કલેક્ટર કચેરી બહાર ધરણા શરૂ કર્યા છે. કામકાજ સંપૂર્ણ ઠપ થઈ જતાં મામલતદાર અને કલેક્ટર કચેરીએ આવતા સેંકડો અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

