Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Evening Bulletin /Israel fluttered by mass demonstrations in France? Controversy over Jantar Mantar protest not allowed, Congress stalwart Veerji Thummar passes away

VIDEO: EVENING BULLETIN / ફ્રાન્સમાં મોટાપાયે દેખાવોથી ઈઝરાયલ ફફડ્યું? જંતર મંતર પર વિરોધ પ્રદર્શનને મંજૂરી ન મળતા વિવાદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી

App Store

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે માત્ર પોકળ વચનોથી કામ નહીં ચાલે, સંબંધો સુધારવા હોય તો પરમાણુ સંવર્ધન ક્ષમતા તાત્કાલિક ઘટાડવી પડશે. આ નિવેદનથી વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈરાન વચ્ચે ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.

 ફ્રાન્સમાં મોટાપાયે દેખાવોથી ઈઝરાયલ ફફડ્યું?

ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો હિંસક બનતા યહૂદી સમુદાયમાં ભયનો માહોલ છે. તોડફોડ અને આગચંપીની ઘટનાઓને પગલે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફ્રાન્સથી યહૂદીઓને સુરક્ષિત રીતે ઈઝરાયલ સ્થળાંતર કરાવવા વહીવટી સ્તરે તાત્કાલિક તૈયારીઓ શરૂ કરવા આદેશ આપ્યો છે.

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનને મંજૂરી ન મળતા વિવાદ

દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા  ૧૦ ઓક્ટોબરે યોજાનાર વિરોધ પ્રદર્શનને પોલીસે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે થનારા આ પ્રદર્શનને અટકાવવા સામે સૌરવ દાસે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

પ્રશાંત મહાસાગરમાં ૩ સિસ્ટમ્સ સક્રિય

પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં પાંચ વર્ષ બાદ દુર્લભ ઘટના બની છે. ઓક્ટોબર મહિનામાં ટાયફૂન ચોઈ-વાન, નોલો અને ટ્રોપિકલ સ્ટોર્મ કોગુમા એકસાથે સક્રિય થયા છે. આ ત્રણ સિસ્ટમ્સના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે અને જાપાનના દરિયાકાંઠે ઊંચા મોજાં ઉછળવાની ચેતવણી અપાઈ છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન

મરેલીના રાજકીય ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું કેન્સરની લાંબી સારવાર બાદ અવસાન થયું છે. તેમના નિધનથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય બેડામાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. 

હાઈકોર્ટના ચુકાદાઓ પર નવી SOP

ગુજરાત સરકારે હાઈકોર્ટના આદેશોના અમલ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી છે. અદાલતના ચુકાદા બાદ તમામ સરકારી વિભાગોએ નિયત સમયમર્યાદામાં કાર્યવાહી કરવાની રહેશે. જેથી બિનજરૂરી વિલંબ અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિને સંપૂર્ણપણે ટાળી શકાય.