Tech/ તમારી ચેટ રહેશે એકદમ સેફ, હવે બાજુમાં બેઠેલી વ્યક્તી પણ નહી જોઈ શકે તમારા ફોનની સ્ક્રીન!

Samsung એક શાનદાર ફીચર લઈને આવ્યું છે, જેના પછી યુઝર્સને સિક્રેટ મેસેજની પ્રાઈવસી બાબતે કોઈ ચિંતા નહીં રહે. ઘર, મેટ્રો કે ઓફિસમાં તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ તમારી સિક્રેટ ચેટ જોઈ શકશે નહીં. સેમસંગે 'Privacy Display' નામનું ફીચર આપ્યું છે, જેને પ્રાઈવસીનો 'બોસ' પણ કહી શકાય.
માત્ર Ultra વેરિઅન્ટમાં ઉપલબ્ધ
Samsung એ આ પ્રાઈવસી ડિસ્પ્લે ફીચર અત્યારે માત્ર Ultra વેરિઅન્ટમાં જ સામેલ કર્યું છે. આ ટેકનોલોજીમાં જ્યારે કોઈ સાઈડ એંગલથી (ત્રાંસી નજરે) જુએ છે, ત્યારે ડિવાઈસના દેખાતા પિક્સેલ્સ સ્વિચ ઓફ થઈ જાય છે. જોકે આ ફીચરને કાયમ માટે ઓન રાખી શકાય છે, અથવા તો અમુક ખાસ એપ્સ માટે સેટ કરી શકાય છે. જેવી તમે એ એપ ઓપન કરશો, પ્રાઈવસી ડિસ્પ્લે ઓટોમેટિક ઓન થઈ જશે.
Galaxy S26 Ultra પર કેવી રીતે કામ કરે છે?
એકવાર પ્રાઈવસી મોડ એક્ટિવેટ થઈ જાય પછી, Galaxy S26 Ultra ની સ્ક્રીનને સાઈડ એંગલ કે ઉપરની તરફથી જોવી મુશ્કેલ બની જાય છે. કંપનીએ 'ગેલેક્સી અનપેક્ડ' ઈવેન્ટ દરમિયાન આ ફીચર પરથી પડદો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આમાં ડિસ્પ્લે લાઈટ્સનું પ્રોજેક્શન બદલાઈ જાય છે, જેના કારણે બાજુમાં બેઠેલી વ્યક્તિને સ્ક્રીન પરનું કન્ટેન્ટ દેખાતું નથી અને તેને માત્ર બ્લેક ડિસ્પ્લે દેખાય છે.
પસંદગીની એપ્સ ઓપન થતા જ એક્ટિવેટ થશે
તમે બેંકિંગ એપ, WhatsApp, Snapchat, Instagram, Gmail અથવા એવી કોઈ પણ એપ જેમાં તમારો સેન્સિટિવ ડેટા હોય, તેના માટે આ ફીચર સેટ કરી શકો છો. ઘણા લોકો WhatsApp કે Snapchat પર મિત્રો સાથે એવી વાતો કરતા હોય છે જે લીક થવાથી મુશ્કેલી ઊભી થઈ શકે. આવા સમયે આ પ્રાઈવસી મોડ ખૂબ જ કામનો સાબિત થશે.
હવે પ્રાઈવસી સ્ક્રીન પ્રોટેક્ટરની જરૂર નહીં પડે
સામાન્ય રીતે ઘણા લોકો પ્રાઈવસી જાળવવા માટે અલગથી 'પ્રાઈવસી સ્ક્રીન પ્રોટેક્ટર' લગાવતા હોય છે, જેથી બાજુવાળાને કંઈ દેખાય નહીં. જોકે, આ કોઈ કાયમી ઉકેલ નથી. પરંતુ સેમસંગે હવે ફોનમાં જ આ મોડ આપીને સ્ક્રીન પ્રોટેક્ટરની જરૂરિયાત ખતમ કરી દીધી છે, જે સામાન્ય પ્રોટેક્ટર કરતા ઘણું સારું કામ કરે છે.

