Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Why phone battery drains fast? These 5 apps of Google are the most responsible!

ફોનની બેટરી કેમ ઝડપથી ઉતરી જાય છે? ગૂગલની આ 5 એપ્સ છે સૌથી મોટી જવાબદાર!

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ફોનની બેટરી કેમ ઝડપથી ઉતરી જાય છે? ગૂગલની આ 5 એપ્સ છે સૌથી મોટી જવાબદાર!
સોર્સ : gstv

આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો મહત્વનો હિસ્સો બની ગયો છે. કોલિંગ, સોશિયલ મીડિયા, વિડિયો જોવા થી લઈને ઓનલાઈન કામ સુધી, દરેક વસ્તુ માટે ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વધુ ઉપયોગની સાથે એક મોટી સમસ્યા સામે આવે છે અને તે છે બેટરીનું ઝડપથી પૂરું થઈ જવું. ઘણીવાર ફોનની બેટરી વધુ ઉપયોગ કર્યા વગર પણ ઝડપથી ઓછી થવા લાગે છે. તેનું કારણ કેટલીક એપ્સ હોઈ શકે છે, જે બેકગ્રાઉન્ડમાં સતત કામ કરતી રહે છે. જો તમારા ફોનની બેટરી પણ ઝડપથી પૂરી થઈ રહી હોય, તો આ એપ્સ પર ચોક્કસ નજર નાખો.

App Store

1. ગૂગલ ક્રોમ (Google Chrome)

ગૂગલ ક્રોમ પર જો ખૂબ બધા ટેબ (Tabs) ખુલ્લા રહે છે, તો તે ફોનની RAM અને પ્રોસેસર પર વધુ દબાણ લાવી શકે છે. આ સિવાય ઓટો રિફ્રેશ, જાહેરાતો અને બેકગ્રાઉન્ડ એક્ટિવિટી પણ બેટરીનો વપરાશ વધારી દે છે. સારા બેટરી બેકઅપ માટે જરૂર ન હોય ત્યારે ખુલ્લા ટેબ બંધ કરી દો.

2. યુટ્યુબ (YouTube)

લાંબા સમય સુધી HD કે 4K વિડિયો જોવાથી ફોનની બેટરી ઝડપથી પૂરી થાય છે. હાઈ ક્વોલિટી વિડિયો માટે વધુ પ્રોસેસિંગ પાવરની જરૂર પડે છે. બેટરી બચાવવા માટે વિડિયો ક્વોલિટીને Auto કે 720p પર સેટ કરી શકો છો અને શક્ય હોય તો Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરો.

3. જીમેઈલ (Gmail)

Gmail એપ સતત નવા ઈમેલ ચેક કરવા માટે બેકગ્રાઉન્ડમાં સિંક (Sync) કરતી રહે છે. જો ફોનમાં એકથી વધુ ઈમેલ એકાઉન્ટ જોડાયેલા હોય, તો બેટરીનો વપરાશ વધુ વધી શકે છે. જરૂરિયાત મુજબ સિંક સેટિંગ્સને એડજસ્ટ કરવું વધુ સારો વિકલ્પ બની શકે છે.

4. ગૂગલ મેપ્સ (Google Maps)

ગૂગલ મેપ્સનો ઉપયોગ કરતી વખતે GPS, ઈન્ટરનેટ અને સ્ક્રીન ત્રણેય એકસાથે કામ કરે છે, જેનાથી બેટરી ઝડપથી વપરાય છે. જો લોકેશન સર્વિસ હંમેશા ઓન રહે છે, તો એપ બેકગ્રાઉન્ડમાં પણ પાવરનો ઉપયોગ કરી શકે છે. જરૂર ન હોય ત્યારે GPS બંધ રાખો.

5. ગૂગલ હોમ (Google Home)

Google Home એપ સ્માર્ટ સ્પીકર, સ્માર્ટ લાઈટ અને અન્ય સ્માર્ટ ડિવાઈસ સાથે કનેક્ટેડ રહેવાના કારણે બેટરી વાપરે છે. જો તમે તેનો ઉપયોગ ન કરી રહ્યા હોવ, તો Bluetooth અને Location જેવી સુવિધાઓ બંધ રાખવી ફાયદાકારક બની શકે છે.

બેટરી લાઈફ વધારવા માટેની ઉપયોગી વાસ્તુ ટિપ્સ (Tips)

ફોનની બેટરી લાઈફ વધારવા માટે સમયાંતરે Battery Usage સેક્શન ચેક કરો.

જે એપ્સનો ઉપયોગ ઓછો કરો છો, તેની બેકગ્રાઉન્ડ એક્ટિવિટી (Background Activity) બંધ કરી દો.

સ્ક્રીન બ્રાઈટનેસ (Brightness) ને Auto પર અથવા ઓછી રાખો.

જરૂર પડે ત્યારે જ GPS, Bluetooth અને Wi-Fi ચાલુ કરો.

સાથે જ તમામ એપ્સને અપડેટ રાખો, કારણ કે નવા અપડેટમાં બેટરી ઓપ્ટિમાઈઝેશન અને બેટર પરફોર્મન્સના ફીચર્સ મળી શકે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News