Auto / ઘરે કાર ધોવી પડી શકે છે ભારે! આ 5 ભૂલો તમારી ગાડીને પહોંચાડશે મોટું નુકસાન

સ્વચ્છ કાર માત્ર જોવામાં જ સુંદર નથી લાગતી, પરંતુ તેમાં મુસાફરી કરવી પણ વધુ આરામદાયક અને સુરક્ષિત અનુભવાય છે. બીજી તરફ, ગંદી ગાડીમાં ધૂળ, બેક્ટેરિયા અને કીટાણુઓ જમા થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જોકે, ઘણા લોકો કાર સાફ કરતી વખતે એવી ભૂલો કરી બેસે છે, જેનાથી ગાડીના પેઇન્ટ અને ફિનિશિંગને નુકસાન પહોંચી શકે છે. તેથી, સાચી રીતે સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે.
કાર ધોતા પહેલા સૌથી મહત્ત્વનું કામ તેના પર જામલી ધૂળ અને માટી હટાવવાનું છે. આ માટે સૂકા અને નરમ કાપડનો ઉપયોગ કરો અને હળવા હાથે સફાઈ કરો. જો તમે શરૂઆતમાં જ ભીના કાપડનો ઉપયોગ કરશો, તો ધૂળના કણો પેઇન્ટ પર ઘસાશે અને તેના લીધે સ્ક્રેચ (ખરોંચ) પડી શકે છે.
ઘણા લોકો ઘરેલું ડિટર્જન્ટ કે વોશિંગ પાવડરથી કાર સાફ કરે છે, પરંતુ આ રીત યોગ્ય નથી. આ પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ્સ કારના પેઇન્ટને નુકસાન પહોંચાડી શકે છે અને તેની ચમક ઘટાડી શકે છે. જેથી માત્ર કાર માટે બનાવેલા સ્પેશિયલ શેમ્પૂનો જ ઉપયોગ કરો, જેનાથી પેઇન્ટ સુરક્ષિત રહે છે.
સફાઈ દરમિયાન બીજી એક મહત્ત્વની વાત એ છે કે કારની બોડીને જોરથી ઘસવાનું ટાળવું જોઈએ. વધુ પડતું દબાણ આપવાથી પેઇન્ટ પર સ્ક્રેચ આવી શકે છે. આ માટે નરમ સ્પોન્જ અથવા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો અને ધીરે-ધીરે આખી ગાડી સાફ કરો.
પાણી છાંટવાની રીત પણ યોગ્ય હોવી જોઈએ. સૌથી પહેલા ગાડીની છત પર પાણી નાખો, જેથી ધૂળ નીચેની તરફ વહી જાય. ત્યારબાદ ધીમે-ધીમે નીચેના ભાગો સાફ કરો. આ રીતે સફાઈ કરવાથી પાણીની બચત પણ થાય છે અને ગંદકી સરળતાથી નીકળી જાય છે. અંતમાં, ગાડીને સૂકા અને સાફ કાપડથી લૂછવી ખૂબ જ જરૂરી છે, જેથી પાણીના ડાઘ ન રહી જાય. સમય-સમય પર કાર પોલિશ કરાવવાથી તેની ચમક જળવાઈ રહે છે. દર થોડા મહિને પોલિશ કરવાથી કાર નવી જેવી દેખાય છે અને તેનો પેઇન્ટ પણ સુરક્ષિત રહે છે.

