Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Those who make memes should see these statistics! Women have overtaken men in the matter of driving

Auto News : મીમ્સ બનાવનારાઓ જોઈ લે આ આંકડા! ડ્રાઇવિંગના મામલામાં પુરુષો કરતાં આગળ નીકળી મહિલાઓ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Auto News : મીમ્સ બનાવનારાઓ જોઈ લે આ આંકડા! ડ્રાઇવિંગના મામલામાં પુરુષો કરતાં આગળ નીકળી મહિલાઓ
સોર્સ : gstv

જ્યારે પણ સેફ ડ્રાઇવિંગ એટલે કે સુરક્ષિત રીતે ગાડી ચલાવવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે પુરુષોને મહિલાઓ કરતાં આગળ માનવામાં આવે છે. પરંતુ હવે મહિલાઓએ આ બાબતમાં બધા રેકોર્ડ તોડી નાખ્યા છે અને મહિલા ડ્રાઇવરોની સંખ્યા પણ સતત વધી રહી છે. જોકે, સોશિયલ મીડિયા પર મહિલા ડ્રાઇવરોને લઈને અવારનવાર અનેક પ્રકારના મીમ્સ અને જોક્સ બનાવવામાં આવે છે, પરંતુ હવે આ ધારણા ખોટી સાબિત થઈ રહી છે. કારણ કે, એક તાજા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, મહિલાઓ હવે પુરુષોની સરખામણીમાં વધુ સમજદારી અને સેફ રીતે ગાડી ચલાવે છે. તો અહીં જાણો આ રિપોર્ટમાં શું બહાર આવ્યું છે.

App Store

ડ્રાઇવિંગ સ્કોરમાં મહિલાઓએ મારી બાજી

તમને જણાવી દઈએ કે, 'જુનો સ્માર્ટડ્રાઇવ એપ' (Zuno SmartDrive App) દ્વારા દેશના 17 રાજ્યોમાં લગભગ 45 લાખથી વધુ ટ્રિપ્સ અને 55 મિલિયન કિલોમીટરના ડ્રાઇવિંગ ડેટાનો બારીકાઈથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ ટેલિમેટ્રી ડેટા અનુસાર, સુરક્ષિત ડ્રાઇવિંગની બાબતમાં મહિલાઓનો સરેરાશ ડ્રાઇવિંગ સ્કોર 92.86 રહ્યો હતો.

જ્યારે પુરુષ ડ્રાઇવરો 92.43ના સ્કોર સાથે તેમનાથી થોડા પાછળ રહી ગયા છે. જોકે, બંનેના સ્કોરમાં બહુ મોટો તફાવત નથી, પરંતુ આ રિપોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે મહિલાઓને ખરાબ ડ્રાઇવર કહેવી હવે તદ્દન ખોટું છે. રિપોર્ટ અનુસાર, મહિલાઓ રોડ પર વધુ સતર્ક અને સાવધ રહે છે.

સૌથી મોટી ભૂલ: અચાનક બ્રેક મારવી અને એક્સિલરેશન

આ તાજા રિપોર્ટમાં એ વાત પણ ખુલીને સામે આવી છે કે ભારતમાં થતા 80 ટકાથી વધુ રોડ અકસ્માતો પાછળ ખરાબ ડ્રાઇવિંગ નહીં, પરંતુ ડ્રાઇવરોનું પોતાનું વર્તન (behavior) જવાબદાર હોય છે. ભારતીય ડ્રાઇવરોની સૌથી મોટી નબળાઈ અચાનક જોરથી બ્રેક મારવી અને વગર કારણે ગાડીને ખૂબ ઝડપથી ભગાવવી (Over-speeding) હોવાનું સામે આવ્યું છે.

આ સિવાય વધુ એક રસપ્રદ વાત એ જોવા મળી કે બદલાતી ઋતુ, જેમ કે ભારે વરસાદ કે શિયાળાના ધુમ્મસથી ડ્રાઇવરોના વર્તન પર ખાસ ફરક પડતો નથી, પરંતુ તેમનો પોતાનો મૂડ અને ડ્રાઇવિંગનો સમય અકસ્માતો નક્કી કરે છે. તેથી તમે પણ જ્યારે હવે પછી ગાડી ડ્રાઇવ કરો, ત્યારે ખૂબ જ સમજદારીપૂર્વક ડ્રાઇવ કરજો!