Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Hero launches bike, now available with disc brake and bluetooth connectivity

VIDEO : Auto News/ Heroએ લોન્ચ કરી બાઇક, હવે મળશે ડિસ્ક બ્રેક અને બ્લૂટૂથ કનેક્ટિવિટી, 71 kmplની માઇલેજ સાથે કિંમત માત્ર આટલી!

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભારતની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે (Hero MotoCorp) પોતાની લોકપ્રિય કમ્યુટર બાઇક Hero Passion+ નું નવું Disc વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. કંપનીએ આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 80,328 રૂપિયા (દિલ્હી) રાખી છે. આ નવું મોડલ પહેલાના Passion+ની સરખામણીમાં વધુ સેફ, વધુ મોર્ડન અને વધુ ફીચર-લોડેડ બનાવવામાં આવ્યું છે. જો તમે રોજ ઓફિસ, કોલેજ કે શહેરની અંદર મુસાફરી કરવા માટે એક ભરોસાપાત્ર અને વધુ માઇલેજ આપતી બાઇક ખરીદવા માંગો છો, તો Hero Passion+ Disc તમારા માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

App Store

હવે મળશે ફ્રન્ટ ડિસ્ક બ્રેક

નવી Hero Passion+ Discમાં સૌથી મોટો ફેરફાર ફ્રન્ટ ડિસ્ક બ્રેકનો કરવામાં આવ્યો છે. પહેલા આ બાઇકમાં ડ્રમ બ્રેક મળતી હતી, પરંતુ હવે ડિસ્ક બ્રેક મળવાથી બાઇકની બ્રેકિંગ પહેલા કરતાં વધુ મજબૂત અને સુરક્ષિત થઈ ગઈ છે. તેનાથી અચાનક બ્રેક મારવાની સ્થિતિમાં બાઇક પર બહેતર કંટ્રોલ મળે છે અને રાઇડરનો આત્મવિશ્વાસ પણ વધે છે.

ફુલ ડિજિટલ મીટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી

નવી Passion+ Discમાં હવે ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર (મીટર) આપવામાં આવ્યું છે. પહેલા તેમાં સેમી-ડિજિટલ મીટર મળતું હતું. આ નવું ડિજિટલ ડિસ્પ્લે દેખાવમાં મોર્ડન છે અને ઘણી જરૂરી માહિતી દર્શાવે છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે, જેનાથી રાઇડરને ઘણા સ્માર્ટ ફીચર્સ મળે છે. ડિસ્પ્લે પર જ કોલ અને SMS એલર્ટ દેખાય છે. આ સિવાય તેમાં રિયલ-ટાઇમ માઇલેજ, ટ્રિપ મીટર, સ્પીડોમીટર, ઓડોમીટર, સર્વિસ રિમાઇન્ડર અને લો ફ્યુઅલ ઇન્ડિકેટર જેવી સુવિધાઓ પણ મળે છે.

LED પ્રોજેક્ટર હેડલાઇટ

હીરો કંપનીનું કહેવું છે કે આ બાઇકમાં આપવામાં આવેલી LED પ્રોજેક્ટર હેડલાઇટ આ સેગમેન્ટનું પહેલું ફીચર છે. આ હેડલાઇટ રાત્રે બહેતર રોશની આપે છે, જેનાથી ઓછી લાઈટવાળા રસ્તાઓ પર પણ સુરક્ષિત રીતે સફર કરી શકાય છે. રાઇડરની સેફ્ટીને ધ્યાનમાં રાખીને કંપનીએ બાઇકમાં સાઇડ સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ ફીચર પણ આપ્યું છે. જો સાઇડ સ્ટેન્ડ નીચે હશે તો એન્જિન ચાલુ નહીં થાય. આનાથી સ્ટેન્ડ નીચે રાખીને બાઇક ચલાવવાથી થતા અકસ્માતોની શક્યતા ઘટી જાય છે.

100cc એન્જિન અને 71 kmplની માઇલેજ

નવી Hero Passion+ Discમાં એ જ 100cc સિંગલ-સિલિન્ડર BS6 અને OBD-2 Phase A એન્જિન આપવામાં આવ્યું છે, જે પહેલાના મોડલમાં મળતું હતું. આ એન્જિન 7.91 bhp નો પાવર અને 8.05 Nm નો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનની સાથે હીરોની i3S (Idle Stop-Start System) ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. આ ફીચર ટ્રાફિક સિગ્નલ અથવા લાંબા સમય સુધી રોકાવા પર એન્જિનને આપમેળે બંધ કરી દે છે અને ક્લચ દબાવતા જ ફરી ચાલુ કરી દે છે, જેનાથી પેટ્રોલની બચત થાય છે. કંપનીનો દાવો છે કે આ બાઇક 71 કિલોમીટર પ્રતિ લીટર સુધીની શાનદાર માઇલેજ આપી શકે છે.