Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : This is the price with the offer of Samsung's new Galaxy Book 4 Edge

Tech NEWS: જાણો Samsungના નવા Galaxy Book 4 Edgeની કિંમત, 27 કલાક ચાલશે બેટરી

Timeછેલ્લું અપડેટ : 01 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Tech NEWS: જાણો Samsungના નવા Galaxy Book 4 Edgeની કિંમત, 27 કલાક ચાલશે બેટરી
સોર્સ : GSTV

Samsung Galaxy Book 4 Edgeને 1 ઓગસ્ટે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ AI PC Snapdragon X પ્રોસેસર પર ચાલે છે, જે તેની on-device AI ક્ષમતાઓ માટે ડિઝાઇન કરાયેલું છે અને જે 45 ટેરા ઓપરેશન પર સેકંડ (TOPS) સુધીની NPU પરફોર્મન્સ આપે છે. કંપનીના કહેવા મુજબ, Samsung Galaxy Book 4 Edge Galaxy એ AI ફીચર્સને સપોર્ટ કરે છે, જેમાં Chat Assist અને Note Assistનો પણ સમાવેશ થાય છે.

App Store

શું છે Samsung Galaxy Book 4 Edgeની કિંમત?

Samsung Galaxy Book 4 Edgeની ભારતમાં કિંમત ₹64,990 રાખવામાં આવી છે. કંપની HDFC બેંકના ક્રેડિટ કાર્ડના સંપૂર્ણ સ્વાઇપ અને EMI ટ્રાન્ઝેક્શન પર ₹5,000નુ કેશબેક આપી રહી છે, જેના કારણે તેની અસરકારક કિંમત ₹59,990 થાય છે. આ AI PC માત્ર એક જ વેરિયન્ટમાં આવે છે, જેમાં 16GB RAM અને 512GB SSD સ્ટોરેજ મળે છે, અને કલર ઓપ્શન sapphire blueમાં છે.

Samsung Galaxy Book 4 Edgeની ખસિયતો

  • Samsung Galaxy Book 4 Edge એ 15.6-ઇંચની ફુલ HD (1920 x 1080 પિક્સલ) એન્ટી-ગ્લેર IPS ડિસ્પ્લે ધરાવે છે. તેનો ડાઇમેન્શન 356.6 x 229.75 x 15.0 mm છે અને વજન 1.5 કિલોગ્રામ છે.
  • આ AI PC Snapdragon X (X1-26-100) પ્રોસેસરથી સજ્જ છે, જેની બર્સ્ટ ક્લોક સ્પીડ 3.0 GHz છે. સાથે Qualcomm Adreno GPU, 8GB RAM અને 512GB સ્ટોરેજ આપવામાં આવી છે. તેમાં 40 Neural Processing Unit છે, જે AI ટાસ્કને હેન્ડલ કરે છે. આ લેપટોપમાં 2 મેગાપિક્સલનું વેબકેમ, ડ્યુઅલ 1.5W સ્ટેરિયો સ્પીકર્સ Dolby Atmos સાથે છે.

  • કંપની અનુસાર, Galaxy Book 4 Edge સર્ટિફાઇડ Copilot+ PC છે અને તેમાં Cocreator જેવા ફીચર્સ છે, જે સ્કેચ અને ટેક્સ્ટ પ્રોમ્પ્ટને AI આર્ટવર્કમાં રૂપાંતરિત કરી શકે છે. તેમાં Windows Studio Effects પણ છે, જે વિડિયો કોલ્સમાં ફિલ્ટર, આઈ કોન્ટેક્ટ કરેકશન, બેકગ્રાઉન્ડ બ્લર અને વોઇસ ફોકસ જેવા ફીચર્સ આપે છે.

કનેક્ટિવિટી અને સુરક્ષા

આ લેપટોપમાં Microsoft Powered સ્માર્ટફોન કનેક્ટિવિટી ફીચર્સ છે, જેમાં Link to Windows, Multi Control અને Second Screenનો સમાવેશ થાય છે. સાથે સાથે Samsung Galaxy AI ફીચર્સ જેમ કે, Chat Assist અને Live Translate પણ છે. આ ડિવાઈસ Samsung Knox સિક્યુરિટી સાથે આવે છે જે થ્રેટ્સથી સુરક્ષા આપે છે.

પોર્ટ અને બેટરી

Samsung Galaxy Book 4  Edgeમાં HDMI 2.1, USB 3.2 Type-A, USB 4.0 Type-C પોર્ટ, માઇક્રો SD કાર્ડ રીડર અને 3.5mm હેડફોન જૅક જેવી કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. આ Wi-Fi 7 અને Bluetooth 5.4ને સપોર્ટ કરે છે. એકવાર ચાર્જ કરવાથી આ લેપટોપ 27 કલાક સુધી ચાલે એવું કંપનીનું કહેવું છે અને તેમાં 61.5 Wh બેટરી છે, જે 65W USB Type-C Power એડેપ્ટર સાથે આવે છે.