VIDEO: ગ્રાહકોની પહેલી પસંદ બની આ સસ્તી SUV! જુલાઈમાં ધૂમ વેચાણ, જાણો કિંમત
ભારતીય ગ્રાહકો વચ્ચે ટાટા પંચ (Tata Punch)નો જાદુ જોરદાર ચાલ્યો છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે વીતેલા મહિને એટલે કે જુલાઈ, 2026માં તે દેશની બેસ્ટ-સેલિંગ SUV બની ગઈ. ટાટા પંચને વીતેલા મહિને કુલ 21,313 લોકોએ ખરીદી. આ દરમિયાન ટાટા પંચના વેચાણમાં વાર્ષિક આધારે 97.62 ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે બરાબર એક વર્ષ પહેલા એટલે કે જુલાઈ, 2025માં આ આંકડો 10,785 યુનિટ હતો. સાથે જ ટાટા પંચ આ દરમિયાન દેશની પાંચમી સૌથી વધુ વેચાતી કાર પણ રહી. અહીં જાણો ટાટા પંચના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર.
કેવી છે પંચની ડિઝાઇન
ટાટા પંચને એક મસ્ક્યુલર અને બોલ્ડ SUV ડિઝાઇન આપવામાં આવી છે. તેના ફ્રન્ટમાં LED DRLs અને અટ્રેક્ટિવ ગ્રિલ મળે છે. કારમાં 193mmનું શાનદાર ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને શાર્ક ફિન એન્ટેના મળે છે. ઈન્ટિરિયરની વાત કરીએ તો તેના કેબિનને ખૂબ મોર્ડન બનાવવામાં આવ્યું છે. તેમાં 10.25-inchની મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સિવાય વોઇસ-અસિસ્ટડે સનરૂફ, 360-ડિગ્રી કેમેરા અને વાયરલેસ ફોન ચાર્જિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ તેની સફરને આરામદાયક બનાવે છે.
દમદાર એન્જિન અને પરફોર્મન્સ
પરફોર્મન્સ માટે ટાટા પંચમાં 1.2-લિટરનું રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 87bhpનો મેક્સિમમ પાવર અને 115Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ હવે તેમાં વધુ એક રોમાંચક 1.2-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઓપ્શન પણ જોડાઈ ગયો છે. આ ગાડી 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક (AMT) ગિયરબોક્સ ઓપ્શન્સ સાથે આવે છે. જે લોકો ઓછા ખર્ચે વધુ મુસાફરી કરવા માંગે છે, તેના માટે કંપની ટ્વિન-સિલિન્ડર ટેકનોલોજીવાળું CNG વેરિયન્ટ પણ ઓફર કરે છે.
ઉત્તમ છે પંચનું માઇલેજ
માઇલેજના મામલે પણ ટાટા પંચ નિરાશ નથી કરતી. તેનું પેટ્રોલ વેરિયન્ટ લગભગ 18.9થી 20 kmpl સુધીનું માઇલેજ સરળતાથી આપી દે છે. તો વળી, તેનું CNG વેરિયન્ટ 23.5kmથી લઈને 26.99 km/kg સુધીનું શાનદાર માઇલેજ આપે છે, જેનાથી ગ્રાહકોના બળતણના પૈસા બચે છે. આ માઇક્રો-SUVમાં સામાન રાખવા માટે 366 લીટરની સારે એવી બૂટ સ્પેસ મળે છે. જોકે, CNG વેરિયન્ટમાં આ સ્પેસ ઘટીને 210 લીટર રહી જાય છે.
5-સ્ટાર સેફ્ટીથી છે સજ્જ
સેફ્ટીના મામલે ટાટા પંચ દેશની સૌથી ભરોસાપાત્ર કારોમાંથી એક છે. તેને ભારત NCAP (BNCAP) અને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં પૂરા 5-સ્ટારની સુરક્ષા રેટિંગ મળેલી છે. કારના બેઝ મોડેલથી જ 6-એરબેગ્સ સ્ટેન્ડર્ડ મળે છે. આ સાથે ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા સેફ્ટી ફીચર્સ પણ તેમાં સામેલ છે. ભારતીય બજારમાં પંચની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5.69 લાખથી શરૂ થઈને ટોપ મોડેલ માટે 10.67 લાખ રૂપિયા સુધી જાય છે.

