Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : These are the best-selling 7-seater cars, see the list of top-10 cars

Auto News: આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી 7-સીટર કાર્સ, જુઓ ટોપ-10 ગાડીનું લિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Auto News: આ છે ભારતમાં સૌથી વધુ વેચાતી 7-સીટર કાર્સ, જુઓ ટોપ-10 ગાડીનું લિસ્ટ
સોર્સ : GSTV

જાન્યુઆરી 2026માં ભારતના 7-સીટર કાર સેગમેન્ટની શરૂઆત શાનદાર રહી છે. ઘણી મોટી ગાડીઓએ ગયા વર્ષની સરખામણીએ પોતાના વેચાણમાં જબરદસ્ત વધારો નોંધાવ્યો છે. ચાલો તમને ગાડીઓના સેલ્સ રિપોર્ટ વિશે વિગતે જણાવીએ.

App Store

વર્ષ 2026ની શરૂઆત ભારતીય ઓટોમોબાઈલ માર્કેટ માટે ઘણી સારી રહી છે, ખાસ કરીને 7-સીટર કારના સેગમેન્ટમાં. જાન્યુઆરી મહિનામાં ઘણી મોટી ગાડીઓએ ગયા વર્ષની સરખામણીએ શાનદાર ગ્રોથ દર્શાવ્યો છે. સૌથી વધુ વેચાતી ટોપ-10 7-સીટર ગાડીઓમાં મારુતિ અર્ટિગા, મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા બોલેરો, મહિન્દ્રા XUV 7XO, ટોયોટા ઈનોવા, કિઆ કેરેન્સ, મારુતિ XL6, ટોયોટા ફોર્ચ્યુનર, રેનો ટ્રાઇબર અને ટાટા સફારીએ સ્થાન મેળવ્યું છે.

ટોપ 5 માં મહિન્દ્રા અને મારુતિનો દબદબો

મારુતિ અર્ટિગા (Maruti Ertiga): 

આ કાર હંમેશની જેમ નંબર-1 પર યથાવત છે. જાન્યુઆરી 2026 માં તે સૌથી વધુ વેચાતી કાર સાબિત થઈ. જાન્યુઆરી 2026 માં તેના 17,892 યુનિટ્સ વેચાયા, જે ગયા વર્ષના (જાન્યુઆરી 2025) વેચાણ કરતા 26% વધુ છે.

મહિન્દ્રા સ્કોર્પિયો (Mahindra Scorpio):

જાન્યુઆરી 2026 માં 15,542 યુનિટ્સ સાથે આ કાર બીજા ક્રમે રહી. ગયા વર્ષની સરખામણીએ તેના વેચાણમાં 1% નો વધારો થયો છે. કંપની ટૂંક સમયમાં સ્કોર્પિયો-એન (Scorpio N) નું અપડેટેડ મોડલ પણ લાવવાની તૈયારીમાં છે.

મહિન્દ્રા બોલેરો (Mahindra Bolero):

મહિન્દ્રા બોલેરોની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. તેનું વેચાણ જાન્યુઆરી 2025 થી 36% વધીને જાન્યુઆરી 2026 માં 11,841 યુનિટ્સ સુધી પહોંચી ગયું છે.

મહિન્દ્રા XUV 7XO:

તાજેતરમાં લોન્ચ થયેલી આ નવી કારે કમાલ કરી બતાવી છે અને 10,133 યુનિટ્સ ના વેચાણ સાથે ચોથા નંબર પર કબજો કર્યો છે.

ટોયોટા ઈનોવા (Innova Crysta & Hycross):

ઈનોવાના જાન્યુઆરી 2026 માં 9,455 યુનિટ્સ વેચાયા. જોકે, ગયા વર્ષની સરખામણીએ તેના વેચાણમાં 3નો મામૂલી ઘટાડો નોંધાયો છે.

અન્ય ગાડીઓની સ્થિતિ

કિઆ કેરેન્સ (Kia Carens)

જાન્યુઆરી 2026 માં વેચાણની બાબતમાં છઠ્ઠા નંબર પર રહેલી કિઆ કેરેન્સના 5,633 યુનિટ્સ વેચાયા છે. ગયા વર્ષની સરખામણીએ તેના વેચાણમાં 2% નો વધારો થયો છે.

મારુતિ સુઝુકી XL6 

મારુતિ સુઝુકી XL6 3,820 યુનિટ્સના વેચાણ સાથે જાન્યુઆરી 2026 માં સાતમા નંબરે રહી. ગયા વર્ષના મુકાબલે તેના વેચાણમાં 13% નો ઘટાડો જોવા મળ્યો છે.

ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner)

ટોયોટાની ફેમસ એસયુવી (SUV) ફોર્ચ્યુનરના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2026 માં તેના 3,046 યુનિટ્સ વેચાયા, જે ગયા વર્ષની સરખામણીએ 3% નો ઘટાડો દર્શાવે છે.

રેનો ટ્રાઇબર (Renault Triber)

આ બજેટ 7-સીટર કારે સૌને હેરાન કરી દીધા છે. તેના વેચાણમાં સૌથી વધુ 72% નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને કુલ 2,509 યુનિટ્સ વેચાયા છે. જોકે, વેચાણના આંકડા મુજબ આ કાર નવમા ક્રમે રહી છે.

ટાટા સફારી (Tata Safari)

ટાટા સફારીએ પણ 53% નો સારો ગ્રોથ નોંધાવ્યો છે. તાજેતરમાં લોન્ચ થયેલા તેના પેટ્રોલ વર્ઝનને કારણે ગ્રાહકો તેની તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. જાન્યુઆરી 2026 માં તેનું વેચાણ 2,375 યુનિટ્સ રહ્યું છે.