VIDEO: માર્કેટમાં કાર કંપનીનું ટેન્શન વધ્યું! જોરદાર માઇલેજ અને લુક હોવા છતાં ગ્રાહકોએ આ SUVથી ફેરવી લીધું મોઢું!
ફ્રાન્સની કાર નિર્માતા કંપની સિટ્રોન (Citroën) માટે ગયા મહિને એટલે કે જૂન 2026માં ભારતીય બજારમાં થોડો સુધારો જોવા મળ્યો છે. કંપનીએ ગયા મહિને કુલ 610 ગાડીઓ વેચી હતી, જે છેલ્લા 2 મહિનાની સરખામણીએ નજીવો ગ્રોથ દર્શાવે છે. કંપની ભારતમાં હાલમાં કુલ 5 મોડલ વેચી રહી છે, જેમાં તેની એન્ટ્રી-લેવલ હેચબેક C3 સૌથી વધુ વેચાય છે. આ સિવાય, તેની નવી બેસાલ્ટ કૂપ (Citroen Basalt) ને પણ ગ્રાહકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે.
પરંતુ, આ બધાની વચ્ચે કંપનીનું એક મોડલ એવું રહ્યું જેનું ખાતું પણ નથી ખૂલ્યું! આ પ્રીમિયમ SUVનું નામ છે C5 એરક્રોસ (Citroën C5 Aircross). જૂન મહિનામાં આ કારનું એક પણ યુનિટ વેચાયું નથી, જ્યારે મે મહિનામાં તેને માત્ર 2 ગ્રાહકો મળ્યા હતા.
વેરિઅન્ટ બંધ થતાં કાર 3 લાખ રૂપિયા મોંઘી થઈ!
સિટ્રોને તેની C5 એરક્રોસનું એન્ટ્રી-લેવલ 'Feel' વેરિઅન્ટ કાયમ માટે બંધ કરી દીધું છે. આ કારનું સૌથી સસ્તું મોડલ હતું, જેને કંપનીએ હવે પોતાની ઑફિશિયલ વેબસાઇટ પરથી પણ હટાવી દીધું છે. આ વેરિઅન્ટ બંધ થવાના કારણે હવે આ SUV ખરીદવી મોંઘી થઈ ગઈ છે, કારણ કે તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત હવે સીધી 3 લાખ રૂપિયા વધી ગઈ છે. હવે આ કાર માત્ર ટોપ-સ્પેક 'Shine' વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ રહેશે, જેની એક્સ-શોરૂમ કિંમત 39.99 લાખ રૂપિયા છે.
સિટ્રોન C5 એરક્રોસના પાવરફુલ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
એન્જિન અને પાવર: આ SUVમાં 1997ccનું 4-સિલિન્ડર ડીઝલ એન્જિન મળે છે, જે 177 PSનો પાવર અને 400 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે.
માઇલેજ: કારમાં 52.5 લીટરની ફ્યુઅલ ટેન્ક છે અને કંપનીના દાવો છે કે તે 17.5 km/lની માઇલેજ આપે છે.
ડાયમેન્શન (સાઇઝ): આ કારની લંબાઈ 4500mm, પહોળાઈ 1969mm અને ઊંચાઈ 1710mm છે, જ્યારે તેનો વ્હીલબેઝ 2730mm છે.
પ્રીમિયમ લુક અને ઇન્ટિરિયર ફીચર્સ
લાઇટિંગ: કારમાં LED વિઝન પ્રોજેક્ટર હેડલેમ્પ, LED ડે-ટાઇમ રનિંગ લેમ્પ (DRLs), 3D LED રિયર લેમ્પ અને ORVM પર LED ટર્ન ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે.
ડિસ્પ્લે: ઇન્ટિરિયરમાં 31.24 સેમીનું કસ્ટમાઇઝેબલ TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટરમાં 25.4 સેમીની ટચસ્ક્રીન છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોને સપોર્ટ કરે છે.
કમ્ફર્ટ: ડ્રાઇવર સીટ માટે ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ, પેનોરેમિક સનરૂફ અને હેન્ડ્સ-ફ્રી ઇલેક્ટ્રિક ટેલગેટ (બૂટ સ્પેસ ખોલવા માટે) મળે છે. આ કારમાં સામાન્ય રીતે 580 લીટરની બૂટ સ્પેસ મળે છે, જે પાછળની સીટ ફોલ્ડ કર્યા પછી 720 લીટર થઈ જાય છે.
સેફ્ટીના મામલામાં છે સુપરસ્ટાર
સિટ્રોન C5 એરક્રોસ સેફ્ટી ફીચર્સથી લબાલબ છે. તેમાં ગ્રાહકોની સુરક્ષા માટે નીચે મુજબના ફીચર્સ મળે છે:
6-એરબેગ્સ
બ્લાઇન્ડ સ્પોટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (BLIS)
કોફી બ્રેક એલર્ટ (ડ્રાઇવરને થાક લાગે ત્યારે એલર્ટ કરવા માટે)
ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને ટ્રેક્શન કંટ્રોલ
હિલ ડિસેન્ટ કંટ્રોલ અને હિલ સ્ટાર્ટ આસિસ્ટ
ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક
ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર્સ સાથે રિવર્સ કેમેરો
ચાઇલ્ડ સેફ્ટી માટે ફ્રન્ટ અને રિયર સીટો પર 3-પોઇન્ટ ISOFIX માઉન્ટિંગ.

