Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Tech News: Awesome features came in YouTube Shorts, now this work can be done at double speed

Tech News: YouTube Shortsમાં આવ્યા ગજબના ફીચર્સ, હવે ડબલ સ્પીડે કરી શકાશે આ કામ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Tech News: YouTube Shortsમાં આવ્યા ગજબના ફીચર્સ, હવે ડબલ સ્પીડે કરી શકાશે આ કામ
સોર્સ : gstv

યુટ્યુબે TikTok અને ઇન્સ્ટાગ્રામ રીલ્સને ટક્કર આપવા શોર્ટ્સમાં મોટા ફેરફારો કર્યા છે. હવે ભારતમાં યુઝર્સ ક્લિયર સ્ક્રીન મોડમાં વીડિયો જોઈ શકશે. તેમજ, લોંગ ફોર્મ વીડિયોની જેમ શોર્ટ્સને 2x સ્પીડમાં જોઈ શકાશે. લાઇક બટન બદલી 'દિલ'ની નિશાની અને ડિસલાઇકને બદલે 'નોટ ઇન્ટરેસ્ટેડ'નો વિકલ્પ ઉમેરાયો છે.

App Store

યુટ્યૂબ શોટર્સમાં ફરી આવ્યા જુદા જુદા ફેરફારોને ફીચર્સ

ટિકટોકના શોર્ટ વીડિયો અને ઇન્સ્ટાગ્રામની રીલ્સનો સામનો કરવા માટે યુટયૂબમાં સૌથી પહેલાં ભારતમાં, ૨૦૨૦માં શોર્ટ વીડિયો ઉમેરાયા હતા. પછીના વર્ષે તે ૧૦૦થી વધુ દેશોમાં પણ ઉપલબ્ધ થયા. ત્યાર પછી કંપનીએ તેની આ સર્વિસને પોપ્યુલર બનાવવા માટે તેમાં સતત સુધારા વધારા કર્યા છે. ગયા અઠવાડિયે ફરી એક વાર યુટ્યૂબ શોર્ટ્સમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા.

  • ક્લિયર મોડ : હવે પછી આપણે યુટ્યૂબની એપમાં શોર્ટ્સ વીડિયો ‘ક્લિયર સ્ક્રીન’ મોડમાં જોઈ શકીશું. એટલે કે આપણે જ્યારે શોર્ટ વીડિયો જોતા હશું ત્યારે સ્ક્રીન પર જગ્યા રોકતા વિવિધ આઇકન અને ટેકસ્ટ જેવા ઓવરલે ટૂંકા સમય માટે ગાયબ થઈ જશે. એ કારણે સ્ક્રીન પર ફક્ત શોર્ટ વીડિયો જોવા મળશે તથા એ વીડિયો જોવામાં અડચણરૂપ બનતી બાબતો દૂર થઈ જશે.
  • ડબલ સ્પીડ: એ જ રીતે લોંગ ફોર્મ વીડિયોની જેમ હવે શોર્ટ્સને પણ ડબલ સ્પીડમાં જોઈ શકાશે. એ માટે આપણે ફક્ત વીડિયો પ્લે કરવાનું શરૂ કર્યા પછી સ્ક્રીન પર ફટાફટ બે વાર ટેપ કરવાનું રહેશે.
  • મ્યૂટ ઓડિયો: ક્યારેક એવું પણ બને કે આપણે ઓફિસમાં કે કોઈના ઘરે કે ભીડભાડવાળી જગ્યાએ હોઇએ ત્યારે વીડિયોમાં વોલ્યૂમ ઓન રાખી ન શકીએ. એ સ્થિતિમાં આપણે સ્ક્રીન પર એક વાર ટેપ કરીને તેને પોઝ કરી શકીશું અને પછી તરત વોલ્યૂમ મ્યૂટ કરી શકીશું.
  • લાઇક બટન બદલાયું: યુ્ટ્યૂબ પરના શોર્ટ્સ વીડિયોમાં હવે વીડિયો લાઇક કરવા માટેની થમ્બ્સ અપની નિશાની બદલાઈ રહી છે. તેને સ્થાને આપણા સૌ માટે વધુ જાણીતી દિલની નિશાની આવી રહી છે.
  • ડિસલાઇકને વિદાય: આ ઉપરાંત યુટ્યૂબના શોર્ટ વીડિયોમાં કોઈ વીડિયો આપણને ન ગમતા હોય તો તેવું જણાવવા માટેના ડિસલાઇક બટનને વિદાય આપવામાં આવી રહી છે. તેને સ્થાને આપણે વધુ સ્પષ્ટ રીતે ‘નોટ ઇન્ટરેસ્ટેડ’ કે ‘ડોન્ટ રેકમેન્ડ ધીસ ચેનલ’ એવી સૂચના આપી શકીશું. તમે જાણતા જ હશો કે ગૂગલ ન્યૂઝમાં પણ આ જ પ્રકારની વ્યવસ્થા છે. આ કારણે યુટ્યૂબ એપમાં શોર્ટ્સની ફીડ આપણી પસંદ-નાપસંદ અનુસાર તૈયાર થશે.