Auto News: આ તારીખે લોન્ચ થઈ રહી છે Tata Sierra, તે પહેલા જાણી લો તેની 5 વિશેષતાઓ

ભારતના ઓટોમોબાઈલ જગતમાં એક આઈકોનિક SUV Tata Sierra કમબેક કરી રહી છે. 90ના દાયકામાં તેની અનોખી ડિઝાઇન અને મજબૂત રોડ ગ્રિપ માટે પ્રખ્યાત, આ SUV હવે સંપૂર્ણપણે નવા અવતારમાં ભારતીય રસ્તાઓ પર વાપસી કરવા માટે તૈયાર છે. ટાટા મોટર્સે 25 નવેમ્બરના રોજ લોન્ચિંગ પહેલા SUVનું અનાવરણ કર્યું અને તે ઝડપથી ઈન્ટરનેટ પર ઓટો પ્રેમીમાં ફેવરિટ બની ગઈ છે. નવી પેઢીની Sierra તેના ક્લાસિક DNAને જાળવી રાખીને, મોડર્ન ટેકનોલોજી અને પ્રીમિયમ સુવિધાઓ સાથે સંપૂર્ણપણે નવી વાર્તા લખવા આવી રહી છે. ચાલો તે 5 મુખ્ય સુવિધાઓનું વિશે જાણીએ જે Tata Sierraને 2025ની સૌથી વધુ ચર્ચિત SUV બનાવે છે.
SUVની ડિઝાઇન
નવી Tata Sierra જૂની જનરેશનના ક્લાસિક ટચને જાળવી રાખે છે, ખાસ કરીને તેના બ્લેક-આઉટ સી-પિલર, જે પ્રખ્યાત અલ્પાઇન વિન્ડોનું મોડર્ન વર્ઝન છે. SUVનો બોક્સી, ફ્લેટ ફ્રન્ટ, LED હેડલેમ્પ્સ, ઇન્ફિનિટી DRL, ફ્લશ ડોર હેન્ડલ્સ અને સ્પોર્ટી એલોય વ્હીલ્સ તેને આકર્ષક અને મજબૂત દેખાવ આપે છે. રેટ્રો-થીમ આધારિત છતાં ફ્યુચરિસ્ટિક Sierraની ડિઝાઇન તેને ભીડથી અલગ બનાવશે.
પ્રીમિયમ અનુભવ
Tata Sierraને અંદરથી જોતા કોઈપણ કહી શકે છે કે આ SUV પ્રીમિયમ અનુભવ આપે છે. સૌથી મોટી ખાસિયત તેનું ટ્રિપલ-સ્ક્રીન સેટઅપ 12.3-ઇનચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેન્ટ્રલ ટચસ્ક્રીન અને પેસેન્જર ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન છે. વાયરલેસ Android Auto/CarPlay, વેન્ટિલેટેડ સીટ્સ, પેનોરેમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઈટિંગ, ફ્લોટિંગ સેન્ટર કન્સોલ અને ભારતના પ્રથમ પ્રકાશિત ટાટા લોગો સાથેનું નવું 4-સ્પોક સ્ટીયરિંગ જેવી સુવિધાઓ તેને પ્રીમિયમ લીગમાં લઈ જાય છે.
સેફ્ટી ફીચર
ટાટાએ તેને સલામતીની દૃષ્ટિએ ભવિષ્ય માટે તૈયાર બનાવી છે. SUVમાં 6 એરબેગ્સ, ABS + ESC, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ઓટો હોલ્ડ, ટ્રેક્શન કંટ્રોલ અને હિલ હોલ્ડ ટેકનોલોજી હશે. વધુમાં, Tata Sierraમાં લેવલ-2 ADAS, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ, AEB અને 360° કેમેરા પણ મળશે. આ SUVને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવવાની અપેક્ષા છે.
બે એન્જિન વિકલ્પો
નવી Sierra ICE બે એન્જિન વિકલ્પોમાં આવશે, 1.5L TGDi ટર્બો-પેટ્રોલ અને 2.0L ક્રાયોટેક ડીઝલ. બંને મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ હશે. EV વર્ઝન Acti.EV પ્લેટફોર્મ પર હશે અને 450થી 550 કિમીની રેન્જ સાથે બે બેટરી વિકલ્પોમાં આવી શકે છે. એવી અપેક્ષા છે કે Sierra EVમાં 75 kWh બેટરી અને AWD ડ્યુઅલ-મોટર સેટઅપ હશે.
કિંમત
Tata Sierraના ICE મોડેલની કિંમત 17 લાખથી 22 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોવાની અપેક્ષા છે, જ્યારે EVની કિંમત 20 લાખથી 25 લાખ રૂપિયાની વચ્ચે હોવાની અપેક્ષા છે.

