Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Now you will see a smile on the robot's face and warmth on the skin, 'Moya' robot has amazed the world

Tech News: હવે રોબોટના ચહેરા પર જોવા મળશે સ્માઇલ અને ચામડીમાં ગરમાવો, ‘મોયા’ રોબોટે દુનિયાને કરી અચંબિત

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Tech News: હવે રોબોટના ચહેરા પર જોવા મળશે સ્માઇલ અને ચામડીમાં ગરમાવો, ‘મોયા’ રોબોટે દુનિયાને કરી અચંબિત
સોર્સ : GSTV

Moya Humanoid Robot: ચીનના શાંઘાઈમાં જોવા મળી રહેલો મોયા નામનો રોબોટ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ એક હરતો-ફરતો રોબોટ છે એટલા માટે ચર્ચામાં નથી, પરંતુ એટલા માટે છે કે એને વ્યક્તિ જેવા દેખાવની અને એની પાસે તેની જેમ વર્તન કરાવવાનો પ્રયાસ કરાયો છે. એક નજરે જોતા એ રોબોટ નહીં, પરંતુ કોઈ પૂતળું મૂક્યું હોય એવું લાગે છે. આંખની હલચલ, માથું હલાવવું અને એક નાની સ્માઇલ તેને રોબોટથી અલગ બનાવે છે. મોયાને એ રીતે ડિઝાઇન કરાયો છે કે, તેની  સામે કોઈ વ્યક્તિ હોય તો પણ એને એ કોઈ મશીન નહીં, પરંતુ વ્યક્તિ હોય એવો અહેસાસ થાય. તેની સ્કિનને પણ થોડી ગરમ રખાઈ છે. જેમ, મનુષ્યને સ્પર્શ કરતાં જે ગરમીનો અહેસાસ થાય એવી જ એને પણ ગરમ રાખવામાં આવી છે. તેની સામે ઊભી રહીને કોઈ વ્યક્તિ વાત કરે ત્યારે આ રોબોટ તેની આંખોમાં આંખ રાખીને વાત કરે છે અને જવાબ આપે છે. આ રીતે છેલ્લાં ઘણાં સમયથી મશીનને જ માણસ બનાવવાની રેસ શરૂ થઈ છે. 

App Store

રોબોટ કેવી રીતે કામ કરે છે?

મોયાની આ નાની-નાની વાતો લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે કારણ કે સામાન્ય રીતે રોબોટ્સ આ રીતનું વર્તન કરે એવું નથી હોતું. આ રોબોટની અંદર કેમેરા અને સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સામે વાળાનો ચહેરો અને મૂવમેન્ટને કેપ્ચર કરે છે. આ કારણસર એને બાયોમેટ્રિક્સ આધારિત રોબોટ પણ કહેવામાં આવી રહ્યો છે. મૂવમેન્ટ કેપ્ચર કર્યા બાદ AI સિસ્ટમ એ જાણકારીને પ્રોસેસ કરે છે અને એના આધારે રોબોટની આંખો, ચહેરાના પ્રતિભાવ અને શરીરની હલનચલન કેવી રીતે કરવી એ માટે ઓર્ડર આપે છે.

આ રોબોટને જોતા તે એકદમ નેચરલ લાગે છે, પરંતુ દરેક વસ્તુ પહેલેથી સેટ કરવામાં આવેલી પેટર્નના આધારે કામ કરે છે. રોબોટ પોતે કંઈ પણ વસ્તુ મહેસૂસ નથી કરી શકતો અને એને એનો અહેસાસ પણ નથી હોતો. જોકે તે ડેટાના આધારે કોઈ પણ વસ્તુનું રિએક્શન આપે છે. વ્યક્તિઓ જેવું વર્તન કરવાની તેની આ કોશિશને કારણે હવે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણાં લોકો આ રોબોટનો ઉપયોગ વૃદ્ધોની સેવા કરવા, હોસ્પિટલ અથવા તો કસ્ટમર સર્વિસ જેવા કામમાં એનો ઉપયોગ કરવામાં આવી શકે છે એવું કહી રહ્યાં છે.

રોબોટ બનશે કમ્પેનિયન?

સોશિયલ મીડિયા પર ઘણાં લોકો એને કમ્પેનિયન તરીકે જોઈ રહ્યાં છે. રોબોટની ચામડી જ્યારે વ્યક્તિ જેવી ગરમ હોય, તે જ્યારે વ્યક્તિની જેમ જુએ અને રિએક્ટ કરે ત્યારે સામે વાળી વ્યક્તિને પણ પોતીકું લાગે છે. આથી એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું મશીન સાથે ઇમોશનલી જોડાઈ શકાશે? ટેક્નોલોજીની દૃષ્ટિએ જોવામાં આવે તો મોયા હજી પણ મનુષ્ય જે રીતે વિચારે એનાથી ઘણે દૂર છે.

મોયા હાલમાં ચહેરાના હાવ-ભાવ, અવાજ અને વ્યક્તિના ટોન પરથી તેનું ઇમોશન લેવલ ઓળખી શકે છે, પરંતુ વ્યક્તિ કયા કોન્ટેક્સ્ટમાં શું કહી રહ્યો છે એ હજી પણ મશીન માટે સમજવું મુશ્કેલ છે. કોઈ પણ વ્યક્તિની ઉદાસી, ગુસ્સો અથવા તો ખુશી ચહેરાને જોઈને સમજી લેવું સરળ નથી. આથી આ પ્રકારના રોબોટ હાલમાં ચોક્કસ સિચ્યુએશનમાં જ સારી રીતે કામ કરી શકે છે. આ પ્રકારના રોબોટ્સ હાલમાં સામાન્ય ઘરમાં જોવા ખૂબ જ દૂરની વાત છે. આ રોબોટ્સને બનાવવું ખૂબ જ મોંઘું હોય છે. એમાં ખાસ હાર્ડવેર, સેન્સર અને AI સિસ્ટમની જરૂરિયાત હોય છે.

ફેક્ટરી અને ગોડાઉન પૂરતા મર્યાદિત નથી રોબોટ

આ રોબોટ્સનો ઉપયોગ શરૂઆતમાં રિસર્ચ, હોસ્પિટલ અથવા તો ખાસ પ્રકારના સર્વિસ સેક્ટરમાં વધુ જોવા મળી શકે છે. જોકે એક વાર આ રોબોટ્સ સફળ રહ્યાં ત્યાર બાદ દરેક કંપની એમાં ઝંપલાવશે, ત્યાર બાદ એ રોબોટ્સ સસ્તા થશે અને ત્યાર બાદ સામાન્ય લોકો પણ એને ખરીદી શકશે.

મોયા જેવા રોબોટ્સની મદદથી એક વસ્તુ તો નક્કી છે કે હવે રોબોટ્સ ફક્ત ફેક્ટરી અને ગોડાઉન પૂરતા સીમિત નથી. મશીન હવે મનુષ્યની જગ્યા લઈ રહી છે. આ ખૂબ જ મોટો બદલાવ છે, પરંતુ એની સાથે ઘણાં સવાલો પણ જોડાયેલા છે. શું મશીનનું વ્યક્તિ જેવું હોવું આપણા જીવનને વધુ સરળ બનાવશે? શું આપણે એ દિશામાં જઈ રહ્યાં છે જ્યાં માનવીઓના સંબંધોની જગ્યા હવે મશીન લઈ લેશે? એના પર પણ હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ટોપિક્સ:moya robot chinagstv news