Tech News: WhatsAppનું નવું ફીચર! હવે શેડ્યૂલ કરી શકાશે કોલ, જાણો સેટ કરવાની સરળ રીત

WhatsApp યુઝર્સ માટે સારા સમાચાર છે. Metaની માલિકીની આ લોકપ્રિય મેસેજિંગ એપ હવે કોલિંગ ફીચરમાં એક મોટું અપડેટ લાવી છે. હવે તમે કોલ અગાઉથી શેડ્યૂલ કરી શકો છો. ફેમિલી ગ્રુપ ચેટ હોય કે ઓફિસ મીટિંગ, તમે સમય સેટ કરીને લોકોને આમંત્રિત કરી શકો છો અને કોલ શરૂ થાય તે પહેલાં દરેકને નોટીફીકેશન પણ મળશે.
કોલિંગ ફીચરમાં નવા ફેરફારો
WhatsApp એ આ અપડેટ સાથે ઘણા ઈન-કોલ સુધારાઓ પણ કર્યા છે જેથી વાતચીત વધુ સારી અને વધુ ઈન્ટરેક્ટિવ બની શકે.
શેડ્યૂલ કોલ: હવે તમે ગ્રુપ કોલ અગાઉથી પ્લાન કરી શકો છો અને લોકોને આમંત્રિત કરી શકો છો. કોલ શરૂ થાય તે પહેલા બધા સહભાગીઓને રિમાઇન્ડર મળશે.
ઈન-કોલ ઈન્ટરેક્શન ટૂલ્સ: મીટિંગ દરમિયાન, કોઈને પણ અટકાવ્યા વિના, મીટિંગ દરમિયાન, બોલવાનો વારો જણાવવાનો અથવા ઈમોજીસ સાથે પ્રતિક્રિયા આપવાનો વિકલ્પ હશે.
કોલ્સ ટેબ મેનેજમેન્ટ: કોલ ટેબમાં હવે ઈનકમિંગ કોલ્સ, સહભાગીઓની લિસ્ટ અને કોલ લિંક જોવાની સુવિધા હશે. જ્યારે કોઈ લિંક પરથી કોલમાં જોડાશે ત્યારે કોલ ક્રિએટરને એલર્ટ પણ મળશે.
સંપૂર્ણપણે સુરક્ષિત કોલિંગ
WhatsApp એ સ્પષ્ટ કર્યું છે કે બધા કોલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રહેશે. આ અપડેટ ગ્લોબલી રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં બધા યુઝર્સ સુધી પહોંચશે.
WhatsApp કોલ કેવી રીતે શેડ્યૂલ કરવો?
- WhatsApp ખોલો અને કોલ્સ ટેબ પર જાઓ.
- કોલ આઈકોન પર ટેપ કરો.
- તમે જે કોન્ટેક્ટ અથવા ગ્રુપને કોલ કરવા માંગો છો તે પસંદ કરો.
- તાત્કાલિક કોલ કરવાને બદલે કોલ શેડ્યૂલ કરો વિકલ્પ પસંદ કરો.
- હવે તારીખ અને સમય સેટ કરો, નક્કી કરો કે તે વીડિયો કોલ હશે કે ઓડિયો કોલ.
- છેલ્લે ગ્રીન બટનને દબાવીને કન્ફર્મ કરો.
તમારો શેડ્યૂલ કરેલ કોલ અપકમિંગ કોલ્સ લિસ્ટમાં દેખાશે અને કોલ શરૂ થાય તે પહેલાં દરેકને નોટીફીકેશન મોકલવામાં આવશે. આ નવી સુવિધા ખાસ કરીને એવા યુઝર્સ માટે ફાયદાકારક છે જેઓ ઘણીવાર ગ્રુપ મીટિંગ્સ અથવા ફેમિલી વીડિયો કોલ પ્લાન કરે છે.

