Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Not a Tata or Maruti, this was the first car in India

Auto News: ટાટા કે મારુતિ નહીં પણ આ હતી ભારતની પહેલી કાર, જે એક લિટર ડીઝલમાં આપતી હતી 28 કિલોમીટરનું માઈલેજ

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Auto News: ટાટા કે મારુતિ નહીં પણ આ હતી ભારતની પહેલી કાર, જે એક લિટર ડીઝલમાં આપતી હતી 28 કિલોમીટરનું માઈલેજ
સોર્સ : GSTV

હિન્દુસ્તાનની પહેલી કાર કંપનીની વાત કરીએ તો મગજમાં પહેલું નામ હિન્દુસ્તાન મોટર્સ અને એમ્બેસેડરનું આવશે. આવું માની પણ શકાય અને ન પણ. એમ્બેસેડરને ભારતની પહેલી કાર કહેવામાં આવે છે. જોકે તે ભારતમાં બનનારી પહેલી કાર નહોતી. ૧૯૪૯માં હિન્દુસ્તાન મોટર્સે પોતાની પહેલી કાર લોન્ચ કરી હતી. નામ હતું હિન્દુસ્તાન ૧૦. પરંતુ આ મોરિસ ૧૦ નામની કારની કોપી હતી. તેમાં ૧.૫ લિટર ક્ષમતાવાળું વાલ્વ એન્જિન લાગેલું હતું, જેમાં ૩૭ હોર્સ પાવરની તાકાત હતી. 

App Store

જો એમ્બેસેડર પહેલી કાર નહોતી તો પછી ચોક્કસ ટાટા અથવા મારુતિ હશે. ના. ટાટાની દેશી ઇન્ડિકા તો ૧૯૯૮માં રસ્તાઓ પર આવી અને મારુતિ ડિસેમ્બર ૧૯૮૩માં.

૧૯૮૦ના દાયકામાં બિહારના પટનામાં એક કાર કંપનીની સ્થાપના થઈ હતી. આજે ભલે કંપનીનું કોઈ નામ ન હોય પરંતુ તેના કેટલાક અસલી મોડલ કેરલામાં આજે પણ રસ્તાઓ પર નજરે પડી જાય છે. ૭૦-૮૦ના દાયકાની હિન્દી ફિલ્મોમાં તમે જે જીપ જોઈ હશે, ત્રિશૂલનું મોડલ પણ કંઈક એવું જ હતું.

વર્ષ ૧૯૪૭માં મહિન્દ્રાએ વિલીસ પાસેથી જીપ બનાવવાનું લાઇસન્સ લીધું હતું તે પણ CKD યુનિટ તરીકે. Completely Knocked Down યુનિટ એટલે ગાડીના તમામ પાર્ટ્સ અમેરિકાથી લાવીને ઇન્ડિયામાં ફિટ કરવામાં આવતા હતા. તેથી મહિન્દ્રા પણ પહેલી કાર કંપની ન બની.

પહેલી દેશી કાર કંપની તો ત્રિશૂલને જ માનવામાં આવે છે. આ એક દરવાજા વગરની જીપ હતી જેમાં આરામથી ૪-૫ લોકો બેસી જતા હતા. આ જીપમાં ડીઝલ એન્જિન તો તે વખતની ઇટાલિયન કંપની લોમ્બાર્ડીનું લાગેલું હતું પરંતુ બાકીનો મામલો દેશી હતો. વરસાદ, ઠંડી અને ગરમીથી બચવું હોય તો કેનવાસથી કવર કરીને તેને કાર જેવી પણ બનાવી શકાતી હતી. ૬૦૦ કિલો વજનવાળી ત્રિશૂલમાં ૫૧૦ CCનું એન્જિન લાગેલું હતું જે ૧૨ PSની તાકાત આપતું હતું. આજની ગાડીઓ સાથે તુલના કરીએ તો તેનું વજન મારુતિ વેગન આર કરતાં ૨૫૦ કિલો ઓછું હતું. એન્જિન પણ અડધું જ સમજો કારણ કે વેગન આરમાં ૯૯૮ CCનું એન્જિન લાગેલું હોય છે. ત્રિશૂલ દેખાવમાં સાદી પરંતુ એકદમ દમદાર ગાડી હતી. પરંતુ તેની અસલી ખૂબી તો તેનું માઇલેજ હતું. એક લિટર ડીઝલમાં ત્રિશૂલ ૨૮ કિલોમીટર ચાલી જતી હતી. આટલું માઇલેજ તો આજકાલની હાઇબ્રિડ કાર પણ નથી આપતી. ગાડી ૬૪ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડી શકતી હતી. ત્રિશૂલના કુલ ચાર મોડલ માર્કેટમાં ઉતારવામાં આવ્યા હતા. ટેક્સી, લોડ કેરિયર, કન્ટ્રી રાઇડર અને ફેમિલી કાર.

ત્રિશૂલ જીપ યુવાનોને ખૂબ પસંદ આવી કારણ કે તેઓ મહિન્દ્રા જીપનું એક કિફાયતી વર્ઝન શોધી રહ્યા હતા. પરંતુ અચાનક ૧૯૮૫માં ત્રિશૂલે પોતાનું પ્રોડક્શન બંધ કરી દીધું. એવું કેમ થયું તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ત્રિશૂલની ગાડીઓમાં દમ હતો તેનો પુરાવો કેરલામાં મળી જશે. આજે પણ તેના ઘણા મોડલ ત્યાં સારી હાલતમાં ચાલતા મળી જાય છે.