Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : New PAN Card PAN 2.0 may be miserable gujarati news

સરકારની ચેતવણી: નવા PAN 2.0ના કારણે થઈ શકો છો કંગાળ, ક્યારેય ન કરતા આ ભૂલ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સરકારની ચેતવણી: નવા PAN 2.0ના કારણે થઈ શકો છો કંગાળ, ક્યારેય ન કરતા આ ભૂલ

પાન કાર્ડને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે ભારત સરકારે તાજેતરમાં PAN 2.0 પ્રોજેક્ટ શરૂ કર્યો છે. PAN 2.0 માં QR કોડ આપવામાં આવશે. આ પહેલનો હેતુ ડેટા સુરક્ષા, QR કોડ સંકલન, એકીકૃત પોર્ટલ અને ઘણી બધી મુખ્ય સુવિધાઓ દ્વારા કરદાતાના અનુભવને વધારવાનો છે.

App Store

આ પણ વાંચો: BSNLના આ ખાસ પ્લાને Jio Airtelની ઉડાવી ઊંઘ, ગ્રાહકોને દર મહિને મળશે આટલા જીબી ડેટા 

સ્કેમર્સ હવે નવા પાન કાર્ડ બનાવવામાં છેતરપિંડી કરી રહ્યા છે. એક નકલી ઈમેલ મોકલવામાં આવી રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવે છે કે તે આવકવેરા વિભાગ તરફથી છે. આ મેઈલ તમને ઈ-પાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવાનું કહે છે. પીઆઈબી (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો) ફેક્ટ ચેક કહે છે કે આ ઈમેલ સંપૂર્ણપણે નકલી છે. આવા ઈમેલમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અને તમારી અંગત માહિતી ચોરાઈ શકે છે.

આ છેતરપિંડીથી સુરક્ષિત રહો

- જો તમને એવો કોઈ મેઈલ અથવા વેબસાઈટ મળે છે જે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી હોવાનો દાવો કરે છે, તો તેનો જવાબ આપવાનું ટાળો.

- આવા મેલ સાથે આવતા કોઈપણ અટેચમેન્ટને ખોલશો નહીં.

- તમને શંકાસ્પદ લાગે તેવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.

- જો કોઈ શંકાસ્પદ દેખાતી મેઈલ તમને સંવેદનશીલ માહિતી માટે પૂછે છે, તો તે વિગતો ભરશો નહીં.

- વેબસાઈટ URL [email protected] પર રિપોર્ટ મેઈલ કરવાની હંમેશા સલાહ આપવામાં આવે છે.