લાખો એન્ડ્રોઇડ ડિવાઇસ જોખમમાં, સરકારે આપી ચેતવણી, આ કામ તાત્કાલિક કરો નહીં તો આવશે મોટી મુશ્કેલી!

સરકાર દ્વારા એન્ડ્રોઇડ યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્

લાખો એન્ડ્રોઇડ ડિવાઇસ જોખમમાં, સરકારે આપી ચેતવણી, આ કામ તાત્કાલિક કરો નહીં તો આવશે મોટી મુશ્કેલી!

સરકાર દ્વારા એન્ડ્રોઇડ યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને જણાવવામાં આવ્યું છે કે તેમના મોબાઇલમાં ઘણા સિક્યુરિટી પ્રોબ્લેમ્સ છે જે તેમને નુકસાન કરી શકે છે. એન્ડ્રોઇડમાં જેટલા પ્રોબ્લેમ્સ છે, એમાંથી CERT-In દ્વારા કેટલાકની એડ્વાઇઝરીમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

શું આપી છે ચેતવણી?

CERT-In તેની એડ્વાઇઝરીમાં જણાવ્યું છે કે એન્ડ્રોઇડ યૂઝર્સ પર હાઇ-રિસ્ક છે. તેમની ડિવાઇસમાં ઘણા પ્રોબ્લેમ્સ છે અને આ કારણે હેકર્સને ડિવાઇસની એક્સેસ કરવાની સાથે તમામ ડેટા પણ મળી શકે છે. આ સાથે જ યૂઝરને મોબાઇલનો ઉપયોગ કરતાં પણ અટકાવી શકે છે.

જાહેરાત

સિક્યોરિટી રિસ્કનું કારણ

CERT-Inના જણાવ્યા મુજબ, એન્ડ્રોઇડ ડિવાઇસ રિસ્કમાં હોવાના કારણ તેના પાર્ટ્સ છે. આ પાર્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ફ્રેમવર્ક

પ્લેટફોર્મ

સિસ્ટમ

કોન્સ્ક્રિપ્ટ કોમ્પોનેન્ટ

કર્નેલ

આર્મ કોમ્પોનેન્ટ્સ

ઇમેજિનેશન ટેક્નોલોજીસ

મિડિયાટેક કોમ્પોએન્ટ્સ

યુનિસોક કોમ્પોનેન્ટ્સ

ક્વાલકોમ કોમ્પોનેન્ટ્સ

કઇ રીતે પોતાને પ્રોટેકટ કરશો?

CERT-In દ્વારા કહેવામાં આવ્યું છે કે યૂઝર દ્વારા સૌથી પહેલાં મોબાઇલની અપડેટ લોન્ચ કરવામાં આવી હોય તો તેને અપડેટ કરવી. લેટેસ્ટ સિક્યોરિટી પેચને એન્ડ્રોઇડ બુલેટિન (https://source.android.com/docs/security/bulletin/2025-02-01) પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે જ યૂઝરે રેગ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સ અપડેટ કરતી રહેવું જોઈએ. વિશ્વાસપાત્ર એપ્લિકેશન્સ જ ઇન્સ્ટોલ કરવી. તે ઉપરાંત શંકાસ્પદ સોર્સથી દૂર રહેવું. ગૂગલ પ્લે પ્રોટેકટ સર્વિસને હંમેશાં ચાલું રાખવી અને તેને અપડેટ કરતાં રહેવું. સ્કેમર્સ દ્વારા ફિશિંગ કરવાની કોશિશ કરવામાં આવે છે તેનાથી બચવું.

આ સમાચાર શેર કરો

જાહેરાત