Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Gone are the days of petrol cars? July turned out to be the most successful month in auto history, dominated by EVs

VIDEO: પેટ્રોલ કારનો જમાનો ગયો? જુલાઈ મહિનો બન્યો ઓટો હિસ્ટ્રીનો સૌથી સફળ મહિન, EV નો દબદબો

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુલાઈ મહિનો કાર માર્કેટ માટે ખૂબ જ ઉત્સાહજનક રહ્યો છે. આ સમયગાળા દરમિયાન લોકોએ પહેલા કરતાં પણ વધુ વાહનો ખરીદ્યા છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આ વખતે કુલ વાહન વેચાણમાં 25.89%નો વધારો નોંધાયો છે. July 2025માં જ્યાં 20,58,325 વાહનો વેચાયા હતા, ત્યાં July 2026માં આ આંકડો વધીને 25,91,138 સુધી પહોંચી ગયો છે. જુલાઈ મહિનામાં થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ રીટેલ વેચાણ માનવામાં આવે છે. જો કારની વાત કરીએ તો તેના વેચાણમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો છે. July 2025માં 3,49,674 પેસેન્જર વાહનો વેચાયા હતા, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધીને 4,16,555 થઈ ગઈ છે, એટલે કે કારના વેચાણમાં 19.13% નો વધારો થયો છે.

App Store

કમર્શિયલ વાહનોનું વેચાણ

સૌથી વધુ માંગ ટુ-વ્હીલર વાહનોની રહી છે. બાઇક અને સ્કૂટરનું વેચાણ 14,17,767 થી વધીને 18,18,289 થઈ ગયું છે, જે આ કેટેગરીમાં 28.25% ની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે થ્રી-વ્હીલરનું વેચાણ પણ 1,15,166 થી વધીને 1,33,778 સુધી પહોંચી ગયું છે, જેમાં 16.16% નો વધારો થયો છે. આ સિવાય ટ્રક અને અન્ય કમર્શિયલ વાહનોનું વેચાણ પણ 80,348 થી વધીને 99,666 થયું છે, જેમાં 24.04% નો ઉછાળો નોંધાયો છે.

GST 2.0 પછી કાર ખરીદવી થઈ સરળ

ઓટો ડીલર્સનું કહેવું છે કે વેચાણમાં આ વધારા પાછળ ઘણાં કારણો છે. GST 2.0 અમલમાં આવ્યા બાદ વાહન ખરીદવું પહેલા કરતાં વધુ સરળ અને પોષાય તેવું બન્યું છે. સાથે જ બેંકો અને ફાયનાન્સ કંપનીઓ તરફથી લોન પણ સરળતાથી મળી રહી છે. આગામી તહેવારોની સીઝન પણ લોકોને નવું વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

લોકો હવે માત્ર પેટ્રોલ વાહનો પર નિર્ભર નથી

આ વખતે એક ખાસ બદલાવ જોવા મળ્યો છે. હવે લોકો માત્ર પેટ્રોલ વાહનો પર નિર્ભર નથી રહ્યા. જુલાઈમાં CNG વાહનો હિસ્સો 24.67%, હાઇબ્રિડ વાહનોનો 8.02% અને ઇલેક્ટ્રિક વાહનોનો 7.90% રહ્યો હતો. એટલે કે આ ત્રણેયનો કુલ હિસ્સો 40.59% સુધી પહોંચી ગયો છે, જ્યારે પેટ્રોલ વાહનોનો હિસ્સો 41.68% રહ્યો હતો. ગયા વર્ષે આ બંને વચ્ચે 13.21% પોઈન્ટ્સનો તફાવત હતો, જે હવે ઘણો ઘટી ગયો છે.

EV ની માંગ ઝડપથી વધી રહી છે

ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા પણ ખુબ ઝડપથી વધી રહી છે. ટુ-વ્હીલર EV નો હિસ્સો ગયા વર્ષે 7.65% હતો, જે આ વર્ષે વધીને 11.24% થયો છે. કુલ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 3,27,901 યુનિટ્સના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આ સાથે સમગ્ર વાહન બજારમાં EV નો હિસ્સો વધીને લગભગ 12.7% થઈ ગયો છે, જે ગયા વર્ષે 9.6% હતો.

સમગ્રરીતે જોઈએ તો જુલાઈ મહિનો ભારતીય ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે યાદગાર રહ્યો છે. લગભગ દરેક કેટેગરીમાં રેકોર્ડબ્રેક વેચાણ થયું છે અને એ સ્પષ્ટ સંકેત મળે છે કે લોકો હવે નવી ટેકનોલોજી, ઓછા ખર્ચ વાળા ઈંધણ અને ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવી રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News