Auto News: ઓછી કિંમત, ફૂલ સુરક્ષા! 5-સ્ટાર સેફ્ટીવાળી ભારતની 5 સૌથી કિંમતી અને ભરોસાપાત્ર કાર

આજના સમયમાં નવી કાર ખરીદતી વખતે લોકો માત્ર માઇલેજ અને ફીચર્સ જ નહીં, પરંતુ સેફ્ટી (સુરક્ષા)ને પણ સૌથી વધુ મહત્વ આપવા લાગ્યા છે. આ જ કારણ છે કે હવે કંપનીઓ ઓછી કિંમતવાળી કારમાં પણ શાનદાર સેફ્ટી ફીચર્સ આપી રહી છે. જો તમારું બજેટ મર્યાદિત છે અને તમે એવી કાર ઈચ્છો છો જે અકસ્માત સમયે શ્રેષ્ઠ સુરક્ષા આપે, તો અહીં જાણો ભારતની પાંચ એવી સસ્તી કાર વિશે જેમને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે.
1. Tata Punch (ટાટા પંચ)
ટાટા પંચ દેશની સૌથી લોકપ્રિય કોમ્પેક્ટ SUVsમાંની એક છે. આ SUVની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ. 5.64 લાખ છે. તેને ભારત NCAP (Bharat NCAP) તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. સુરક્ષા માટે આમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ વ્યુ મોનિટર, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) જેવા ઘણા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે.
2. Nissan Magnite (નિસાન મેગ્નાઈટ)
જો તમે ઓછી કિંમતમાં સુરક્ષિત SUV ખરીદવા માંગતા હોવ તો નિસાન મેગ્નાઈટ પણ એક ઉત્તમ વિકલ્પ છે. તેની શરૂઆતી કિંમત રૂ. 5.65 લાખ (એક્સ-શોરૂમ) છે. આ મોડલને ગ્લોબલ NCAP (Global NCAP) ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટી માટે 5-સ્ટાર રેટિંગ મળેલું છે. આ કારમાં 6 એરબેગ્સ, ESC, ABS સાથે EBD, TPMS અને મજબૂત બોડી સ્ટ્રક્ચર જેવી જરૂરી સુરક્ષા સુવિધાઓ મળે છે.
3. Tata Altroz (ટાટા અલ્ટ્રોઝ)
ટાટા અલ્ટ્રોઝ એક પ્રીમિયમ હેચબેક કાર છે, જેની શરૂઆતી કિંમત રૂ. 5.99 લાખ છે. ભારત NCAP ટેસ્ટમાં આ કારને પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ કારમાં સ્ટાન્ડર્ડ તરીકે 6 એરબેગ્સ, ESC અને તમામ સીટો માટે 3-પોઇન્ટ સીટ બેલ્ટ આપવામાં આવ્યા છે, જે મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે.
4. Maruti Suzuki Dzire (મારુતિ સુઝુકી ડિઝાયર)
મારુતિ સુઝુકી ડિઝાયર હવે ભારતની સૌથી સુરક્ષિત કોમ્પેક્ટ સેડાન કારોમાં સામેલ થઈ ચૂકી છે. તેની શરૂઆતી કિંમત રૂ. 6.26 લાખ (એક્સ-શોરૂમ) છે. આ કારને ગ્લોબલ NCAP અને ભારત NCAP બંને તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે. આમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ જેવા મહત્વના સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે.
5. Tata Nexon (ટાટા નેક્સોન)
ટાટા નેક્સોન લાંબા સમયથી તેની મજબૂત સુરક્ષા અને બિલ્ડ ક્વોલિટી માટે જાણીતી છે. આ SUVની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.37 લાખ છે. તેને પણ ગ્લોબલ NCAP અને ભારત NCAP બંને ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારમાં 6 એરબેગ્સ, ESC, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર્સ, તમામ સીટો માટે સીટ બેલ્ટ રિમાઇન્ડર અને ઘણા એડવાન્સ સેફ્ટી ફીચર્સ મળે છે. જો તમારું બજેટ થોડું વધારે હોય, તો આ તમારા માટે સૌથી ભરોસાપાત્ર વિકલ્પ સાબિત થઈ શકે છે.

