Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : 100 Indian employees working at APPLE resign en masse

APPLEમાં કામ કરતા 100થી વધુ ભારતીય કર્મચારીઓનું એકસાથે રાજીનામું, આ છે કારણ

Timeછેલ્લું અપડેટ : 06 Jan 2025
લાઇવ ટીવીGoogle News
APPLEમાં કામ કરતા 100થી વધુ ભારતીય કર્મચારીઓનું એકસાથે રાજીનામું, આ છે કારણ

વિશ્વની ટોચની ટેક્નોલોજી અમેરિકન કંપની એપલમાં કામ કરતાં 100થી વધુ તેલુગુ કર્મચારીઓ અચાનક જ એક સાથે નોકરીમાંથી છૂટા થયા છે. અમેરિકાના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ કર્મચારીઓ પર કંપની સાથે ફ્રોડ અને ટેક્સ ચોરી કર્યો હોવાનો આરોપ મૂકાતાં એપલે કર્મચારીઓને રાજીનામું આપવા અથવા છટણીનો ભોગ બનવાનો આદેશ આપ્યો હતો.

App Store

એપલના સીએસઆર પ્રોગ્રામ સાથે છેતરપિંડી

અમેરિકામાં સંચાલિત અમુક તેલુગુ એનજીઓએ એપલમાં કામ કરતાં તેલુગુ કર્મચારીઓને પોતાના ઓર્ગેનાઈઝેશનમાં ફંડ આપવા લાલચ આપી હતી. એપલમાં કાર્યરત તેલુગુ કર્મચારીઓએ એપલના સીએસઆર પ્રોગ્રામ એપલ મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ હેઠળ આ એનજીઓને ફંડિંગ આપ્યું હતું. જેમાં એનજીઓને ફંડ મળતાંની સાથે જ તેલુગુ કર્મચારીઓનો દાનનો હિસ્સો એનજીઓ દ્વારા જ પરત તેમના ખાતામાં જમા કરવામાં આવતો હતો.

આ રીતે થયો ખુલાસો

એપલના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને આ પ્રોગ્રામ હેઠળ અમુક ગેરરીતિઓ અને છેતરપિંડી થઈ રહી હોવાનો અણસાર થતાં તેમણે અમેરિકાની ઈન્ટરનલ રેવન્યુ સર્વિસ સમક્ષ કેસ દાખલ કર્યો હતો. જેમાં આઈઆરએસને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ તેલુગુ એસોસિએશન એપલના સીએસઆર રેગ્યુલેશન્સ સાથે છેતરપિંડી કરી કંપનીના તેલુગુ કર્મચારીઓની મદદથી ગેરકાયદે ફંડ મેળવી રહ્યા છે.

શું છે આ પ્રોગ્રામ

એપલ અમેરિકામાં સીએસઆર (કોર્પોરેટ-સામાજિક જવાબદારીઓ)ના ભાગરૂપે એપલ મેચિંગ ગિફ્ટ પ્રોગ્રામ ચલાવે છે. જેમાં ડોનેશન અને ચેરિટી સંબંધિત કામ કરે છે. જેમાં કર્મચારી પણ ભાગ લે છે અને તેઓ પણ અમુક ચોક્કસ ફાળો દાન હેઠળ ફાળવે છે.

એપલે તમામ તેલુગુકર્મચારીઓને નોટિસ પાઠવી

આઈઆરએસની તપાસમાં આરોપની જાણ થતાં એપલે તેલુગુ કર્મચારીઓને નોટિસ પાઠવી તમામ કર્મચારીઓને આપમેળેરાજીનામું આપવા કહ્યું હતું. નહિં તો તમામે કેસની કાર્યવાહીનો સામનો કરતાં છટણીનો ભોગ બનવો પડશે. પરિણામે કંપનીમાં એન્ટ્રી લેવલથી સિનિયર મેનેજર, એક્ઝિક્યુટીવની ટોચની પોસ્ટ પર કાર્યરત આશરે 185 તેલુગુ કર્મચારીઓએ રાજીનામું આપી નોકરી છોડી હતી.