મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલ દ્વારા "વેલકમ નવરાત્રી" યોજાઈ

રાજકોટ શહેર વોર્ડ નં.1 મા આવેલ નિધિ સ્કૂલ દ્વારા એક દીવસીય વેલકમ નવરાત્રી મહોત્સવ - 2026 નુ આયોજન વિધાર્થીઓ તેમજ તેમના પરીવાર તેમજ શિક્ષક ગણ માટે "વિશ્વંભરી નવરાત્રી મહોત્સવ" ,વેલ્વેટ પાર્ટી પ્લોટ , અયોધ્યા ચોક ખાતે કરવામા આવેલ હતુ, આ આયોજનમા સર્વ પ્રથમ માઁ અંબે ની આરાધના નિધિ સ્કૂલના ચેરમેન શ્રીમતી સજ્જનબા સિંધુભા ચુડાસમા તેમજ સ્કૂલના શિક્ષકગણ દ્વારા કરવામા આવેલ, ત્યારબાદ નવરાત્રી મહોત્સવ શરૂ કરવામા આવેલ, આ નવરાત્રી મહોત્સવમા વિધાર્થી તેમજ તેમના વાલી ગણ, શિક્ષક ગણને પ્રોત્સાહન આપવા રાજકોટના પ્રથમ નાગરીક મેયર શ્રી નેહલભાઈ શુક્લ , ખુરશીદ સુમા (પ્રદેશ ભા.જ.પા અગ્રણી) , RJ અજયસિંહ ચુડાસમા, રાજકોટ મહાનગરપાલીકાના કોર્પોરેટર શ્રીમતી સેજલબેન ચૌધરી, શ્રીમતી અંજનાબેન મોરઝરીયા, શ્રી કીરીટભાઈ ગોહેલ (એડવોકેટ), વિજય રાઠોડ (મહામંત્રી, અ.જનજાતિ મોરચો,ભા.જ.પા,રાજકોટ) , વત્સલભાઈ ગઢવી (સહમંત્રી, ABVP, રાજકોટ) ઉપસ્થિત રહેલ હતા, આ નવરાત્રી મહોત્સવમા નિર્ણાયક તરીકે શ્રીમતી ખ્યાતિબેન ગોહેલ (કોર્પોરેટર, વોર્ડ નં.7), RJ પાયલ રાઠોડ, શ્રીમતી જલ્પાબા જાડેજા, ડો. નેહાબા ઝાલા ઉપસ્થિત રહેલ હતા, કે.જી વિભાગમા વેલડ્રેસ પ્રિન્સ તરીકે પ્રથમ ક્રમાંક સાટીયા વિભો, દ્વિતીય ક્રમાંકે જરૂ ધ્યેય, તૃતીય ક્રમાંક સોલંકી રુદ્રરાજ, તેમજ પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમાંક રેણુકા આકાંક્ષા, દ્વિતીય ક્રમાંક ઠાકર હરીશ્રી, તૃતીય ક્રમાકે જાટીયા નિરવા, ધોરણ 1 થી 5 માં પ્રિન્સ તરીકે પ્રથમ ક્રમાંકે ધોળકિયા ગોપાલ, દ્વિતીય ક્રમાંક ગોહેલ વિકાસ, તૃતીય ક્રમાંકે વાડોલીયા ક્રિસવ તેમજ વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે અગ્રાવત આરવ તેમજ પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમાંકે ખાન મહેક ,દ્વિતીય ક્રમાંકે ઝીંઝુવાડીયા યશ્વી, તૃતીય ક્રમાંકે બગડા ખ્યાતિ તેમજ વેલ ડ્રેસ તરીકે ચૌહાણ રિધ્ધી, ધોરણ છ થી આઠ માં પ્રિન્સ તરીકે પ્રથમ ક્રમાંકે સાટીયા પાર્થ, દ્વિતીય ક્રમાંક ચૌહાણ જીતરાજ, તૃતીય ક્રમાંકે મૈયાડ કૌશલ તેમજ વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે વોરા નયન ,તેમજ પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમાંકે અજમેરિયા ક્રિષા દ્વિતીય ક્રમાંકે સોલંકી જાનવી, તૃતીય ક્રમાંકે રેણુકા પ્રાર્થના તેમજ વેલ ડ્રેસ તરીકે વાડોલીયા વિરાલી, વાલીઓના ગ્રુપમાં પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમાંકે ભૂમિબેન રેણુકા દ્વિતીય ક્રમાંક દિવ્યાબા ચૌહાણ, તૃતીય ક્રમાંકે નિશાબેન મોરજરીયા તેમજ વેલ્ડ ડ્રેસ પ્રિન્સેસ તરીકે જાટીયા અલ્પાબેન તેમજ શિક્ષક ગ્રુપમાં પ્રથમ ક્રમાંકે પૂજા જોશી, દ્વિતીય ક્રમાંકે અંકિતા પીઠડીયા તૃતીય ક્રમાંકે ચુડાસમા હેતસ્વીબા તેમજ વેલ ડ્રેસમાં રિદ્ધિ મોદી જાહેર કરવામાં આવેલ હતા, જાહેર કરવામા આવેલ, તેઓને ઉપસ્થિત મહેમાનો દ્વારા સન્માનીત કરવામા આવેલ,આ આયોજનને સફળ બનાવવા નિધિ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દ્રષ્ટી ચાવડીયા, સ્નેહા માકડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ કાર્યરત રહેલ હતો..