GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
મુક્તજીવન સ્વામીબાપાનો 47મો અંતર્ધાનોત્સવ
રિપોર્ટેડ બાય: શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ-મણિનગર દ્વારા 18 સપ્ટેમ્બરે શ્રી મુક્તજીવન સ્વામીબાપાના 47મા અંતર્ધાનોત્સવની ઉજવણી કરવામાં આવશે. સવારે 5થી 6 વાગ્યા સુધી સ્વામિનારાયણ મહામંત્રના નાદ સાથે પ્રભાતફેરી યોજાશે.
રાત્રે પારાયણ અને કીર્તન ભક્તિ
રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ અને કીર્તન ભક્તિ યોજાશે. સાધુ પ્રેમવત્સલદાસજી તથા શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીબાપાના જીવનકવન પર પ્રવચન આપશે.
આફ્રિકામાં ધર્મપ્રચારનું મહત્વપૂર્ણ કાર્ય
સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઈ.સ. 1970માં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને આફ્રિકા પધાર્યા હતા. ત્યાં ધર્મપ્રચારના કાર્યથી અનેક લોકો સત્સંગ સાથે જોડાયા અને વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનેક મંદિરો સ્થાપિત થયા.





