મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

સિંધુ ભવનથી બોપાલ-રાજપથ રંગોલી રોડ સુધી પાણી ભરાયા, લોકો પરેશાન

અમદાવાદના સિંધુ ભવન રોડ, બોપાલ અને રાજપથ-રંગોલી રોડ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્ર દ્વારા સમયસર નિકાલની કામગીરી કરવામાં આવી રહી નથી. જેના કારણે લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે.