મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી...

રાજકોટ શહેરના વોર્ડ નંબર-1ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કે.જી. વિભાગના ભાઈ-બહેન વિદ્યાર્થીઓએ રાખડીના ચિત્રોમાં રંગ પૂરી તેને સુંદર રીતે શણગાર્યું હતું.

ધોરણ 1થી 8ની વિદ્યાર્થીનીઓએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને રક્ષાપોથી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સાથે નર્સિંગ સ્ટાફનું મોં મીઠું કરાવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ સહિત કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દૃષ્ટિ ચાવડીયા, સ્નેહા માકડ તથા સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.