GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
નિધિ સ્કૂલમા ત્રિવેણી સંગમ કાર્યક્રમ
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ એસ. ચુડાસમા, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
નિધિ સ્કૂલમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, વોટર કુલરનું રાજ્ય સભા સાંસદ માનસિંગભાઈ પરમાર હસ્તે વિદ્યાર્થીઓને અર્પણ
રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલમાં આજ રોજ તા.12/07/2026 (રવિવાર)ના રોજ રાજ્યસભાના સાંસદ તેમજ ભા.જ.પ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી માનસિંગભાઈ પરમારના હસ્તે લાઇબ્રેરી, અધ્યતન કોમ્પ્યુટર લેબ તેમજ વિદ્યાર્થીઓને ઠંડા પાણીની વ્યવસ્થા મળી રહે તે અંતર્ગત પાણીના વોટર કુલર નું વિદ્યાર્થીઓને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો, આ અર્પણ વિધિમાં રાજકોટ શહેરના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી શ્રી લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ યુવા ભાજપ આગેવાન ખુરશીદભાઈ સુમા, વિજયભાઈ સાંગાણી તેમજ વોર્ડ નંબર - 1ના કોર્પોરેટર સેજલબેન ચૌધરી, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી દુર્ગાબા જયદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહેલા હતા, આજ રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં લાઇબ્રેરી તેમજ કોમ્પ્યુટર લેબનું અનુદાન સ્કૂલના ચેરમેન શ્રીમતી સજ્જનબા સિંધુભા ચુડાસમા તરફથી તેમજ પાણીનું વોટર કુલર સ્કૂલના શિક્ષિકા જ્યોતિબેન કિશોરભાઈ સોનછાબડાના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતું. આજ રોજ યોજાયેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વાંચન પ્રત્યે જાગૃતિ આવે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે તેમજ અધતન કોમ્પ્યુટર લેબ દ્વારા વિદ્યાર્થી સમયની સાથે કદમ મિલાવી AI તેમજ આધુનિક કોમ્પ્યુટર વિશે જાણી શકે તેમજ વિદ્યાર્થીઓને ઠંડા પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે વોટર કુલર અર્પણ કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, કાજલબા ચુડાસમા, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, દ્રષ્ટિ ચાવડીયા, સ્નેહા માકડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ અને વિદ્યાર્થી ગણ જોડાયેલ હતો.




