મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ભુવાએ પત્નીના મનમાં ઠસાવ્યું કે પતિને દેરાણી સાથે અફેર છે, પતિ વારંવાર ઝગડતા પત્નીએ અભયમ બોલાવી

ભુવાએ પત્નીના મનમાં ઠસાવ્યું કે પતિને દેરાણી સાથે અફેર છે, પતિ વારંવાર ઝગડતા પત્નીએ અભયમ બોલાવી — ફોટો 1

   પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા પિયરીયાઓ પત્નીને ભૂવા પાસે લઈ જતા ભૂવાએ પતિને દેરાણી સાથે અફેર હોવાનું જણાવતા પત્નીએ પતિ પર શંકા કરતા પતિ હમેશા ઝગડતો આથી પત્નીએ અભયમ બોલાવી અભયમે અંધશ્રદ્ધાના કારણે પરિવારમાં ઝગડો થતો હોવાની વાસ્તવિકતા સમજાવતા પતિ પત્ની વચ્ચે સમસ્યાનું સુખદ સમાધાન થયેલ.

    181 ને પત્નીનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચેલી અભયમ ટીમેં પત્નીનું કાઉન્સેલિંગ કરતા પત્નીએ જણાવ્યું કે લગ્નજીવનને 22 વર્ષ થયાં,એક દીકરાના લગ્ન પણ થઈ ગયા.મારા પતિ તેમજ દિયરને પાન પાર્લર ચલાવે છે.દિયર દેરાણી તેમજ અમે પતિપત્ની અલગ અલગ રહીએ છીએ.

      અમારે પતિ પત્નીને કારણોસર હંમેશા નાના મોટા ઝગડા થતા મારા પિયરીયાઓ મને ભૂવા પાસે લઈ ગયેલ.ભુવાએ મને જણાવેલ કે તમારા પતિને તમારી દેરાણી સાથે અફેર છે.ભુવાએ આવું કહ્યા બાદ પત્નીના મનમાં પતિના ચરિત્ર વિશે ખોટો વિચાર ઘર કરી ગયો.પતિના મોબાઈલ માં વારંવાર કોઈ મેસેજ આવતા તો પત્ની દેરાણીના મેસેજ આવતા હોવાનું માની ઝગડો કરતી.આથી પતિ પર ખોટા ચરિત્રના આક્ષેપો થતા પતિ વધુ ઝગડતો કરતો.આથી પત્નીએ અભયમ બોલાવતા આ હકીકત જાણી. પતિએ જણાવ્યું કે ગ્રાહકોના ઓનલાઇન ચૂકવણીના મેસેજ આવે છે દેરાણીના નહિ.અભયમે દિયર દેરાણી નું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે ભાભી ભૂવાએ કહ્યા બાદ ખોટો વહેમ રાખી ઝગડા કરતા અમે અલગ રહેવા જતા રહ્યા છીએ.

 અભયમે પત્નીને મેસેજ દેરાણીના નહિ ગ્રાહકોના આવે છે સમજાવતા સમાધાન 

   અભયમે પત્નીને વાસ્તવિકતા સમજાવી કે પતિ અને દેરાણી વચ્ચે કોઈ અફેર નથી,ભૂવાએ તમને ખોટો વહેમ ઉભો કર્યો છે.પતિને ગ્રાહકો ધ્વારા Paytm થી ચુકવણું થાય તેના મેસેજ વારંવાર આવે છે દેરાણીના નહિ.ભુવાએ ઉભી કરેલ વહેમ અને Paytam મેસેજની અજ્ઞાનતાએખુશહાલ પરિવારમાં ઝઘડાઓ થાય છે તેવું સમજાવતા પ્રશ્નનું સમાધાન થયેલ.

Paytm ના વારંવાર મેસેજને પત્ની દેરાણી ના મેસેજ સમજી ઝગડતી 

    અભયમે પતિનું કાઉન્સેલિંગ કરતા પતિએ જણાવ્યું કે મારે અને મારા ભાઈને પાન મસાલાનું પાર્લર છે.મારા મોબાઈલ પર ગ્રાહકો Paytm થી પેમેન્ટ કરતા વારંવાર મેસેજ આવે છે.જેને પત્ની એમ સમજે છે કે દેરાણીના મેસેજ આવે છે.ભૂવાએ ખોટો વહેમ ઉભો કર્યા બાદ મારી અને ભાભી વચ્ચે પ્રેમ હોવાનું માની ચરિત્ર પર શંકા કરી સમાજમાં બદનામ કરતી,મારે કોઈ સ્ત્રી સાથે અફેર નથી આથી હું પત્ની સાથે ઝગડતો.