મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કુમકુમ મંદિર ખાતે પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાયો

સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે 34મા પાટોત્સવ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જે દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અન્નકૂટ એટલે અન્નનો પર્વત.   અન્નકૂટ ધરાવાવની પરંપરા દ્વાપરયુગથી ચાલી આવી છે. સાંપ્રત સમયમાં મંદિરોમાં નૂતન વર્ષે અને મંદિરના પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટ એ ભક્તોના હૃદયના ભાવ અને સમર્પણનું પ્રતિક છે. કુમકુમ મંદિર ખાતે અન્નકૂટમાં જે વિવિધ પકવાન અને ફરસાણો તૈયાર કરવામાં આવ્યા તે મહિલાઓએ પોતાના હસ્તે મંદિરમાં આવીને બનાવ્યા હતા અને ભગવાનની પાસે થાળમાં ગોઠવવાની સેવા સંતોના માર્ગદર્શન અનુસાર બાળકો અને યુવાનોએ કરી હતી. આ રીતના ઉત્સવો ઉજવવાથી ભગવાન સાથે જોડાણ થાય છે અને તન,મન અને ધનથી સેવા કરવાથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તેથી સમૈયા-ઉત્સવમાં અવશ્ય સેવા કરવી જોઈએ.