મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

ગઢડા નગરપાલિકા દ્વારા “સ્વદેશી મેળા”નું આયોજન

શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ની ઉજવણી નિમિત્તે શહેરી આજીવિકા મિશન અંતર્ગત બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકાના પ્રમુખશ્રી કિશોરભાઈ ખાચરે “સ્વદેશી મેળા” (વોકલ ફોર લોકલ) અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી”ના સંકલ્પને સિદ્ધ કરવા નગરપાલિકા સામેના ગ્રાઉન્ડ ખાતે “સ્વદેશી મેળા”ને ખુલ્લો મુક્યો હતો.    આ મેળાનું આયોજન તા.૧૮/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્વદેશી કલાકૃતિઓ તથા વસ્તુઓ બનાવનાર અને વેચાણ કરનાર કારીગરો, સખી મંડળો અને વેપારીઓ દ્વારા વિવિધ પ્રકારની સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે ૩૦ જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હતા. આ મેળામાં સોલાર એનર્જીના ઉપયોગ વિશે લોકો જાણે તે માટે સોલાર પેનલ, ઘરવપરાશની ચીજ વસ્તુઓ ચા, સાબુ, શેમ્પુ, અગરબતી, ટુથપેસ્ટ સહિતની અનેકવિધ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી.      આ તકે અગ્રણીશ્રી સુરેશભાઈ મેર, શ્રી સુરેશભાઈ ગોધાણી, શ્રી અશોકભાઈ, શ્રી વિજયભાઈ, અને શ્રી સુરેશભાઈ ડવ, પ્રાંત અધિકારીશ્રી આરતીબેન ગોસ્વામી, મામલદારશ્રી સિદ્ધરાજસિંહ વાળા, ચીફ ઓફિસરશ્રી દિગ્વિજય પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં લોકો સ્વદેશી મેળો નિહાળવા અને અવનવી ચીજ વસ્તુઓ ખરીદવા પધાર્યા હતા.