મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

કડી: કરણનગર રોડ પર જય અંબે ચોકમાં ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી

કડી: ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતની ઐતિહાસિક જીત થતા જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આ વિજયનો ઉત્સાહ મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પણ જોવા મળ્યો હતો. કડીના કરણનગર રોડ પર આવેલી સોમેશ્વર પાર્ક સોસાયટીના રહીશો અને ક્રિકેટ રસિયાઓએ આ મેચનો આનંદ એકસાથે લાઈવ નિહાળી હતી. ત્યાર બાદ જય અંબે ચોકમાં જય અંબે યુવક મંડળના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.