GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વિજાપુર સરકારી હોસ્પિટલમાં UGVCL દ્વારા 53 લાખના અદ્યતન મેડિકલ સાધનોનું લોકાર્પણ
રિપોર્ટેડ બાય: અમિત રાવલ, વિજાપુરપ્રકાશિત :
ફોટો 1 / 5
વિજાપુરની સરકારી હોસ્પિટલ ખાતે UGVCL દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) એક્ટિવિટી અંતર્ગત અંદાજે 53 લાખ રૂપિયાના અદ્યતન મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ અંતર્ગત હોસ્પિટલને ડિજિટલ એક્સ-રે સિસ્ટમ, ઓટો બાયો કેમિસ્ટ્રી એનાલાઇઝર, અદ્યતન સેલ કાઉન્ટર તેમજ HBA1C મશીન જેવી આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ સાધનોના કારણે હવે જાહેર જનતાને ડિજિટલ એક્સ-રે તથા લેબોરેટરીમાં લીવર, કિડની, સ્વાદુપિંડ, કોલેસ્ટ્રોલ તેમજ ડાયાબિટીસના છેલ્લા ત્રણ મહિનાના સરેરાશનો રિપોર્ટ વિનામૂલ્યે મળી શકશે. આ સાધનોનું લોકાર્પણ UGVCL ના ચીફ એન્જિનિયર શ્રી જે. આર. ચૌધરી, ચીફ એન્જિનિયર શ્રી બી. જી. પ્રણામી, કંપની સેક્રેટરી શ્રી એન. એમ. જોશી તેમજ UGVCL ની ટીમના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે હોસ્પિટલના અધિક્ષક ડો. ઇન્દ્રેશ પટેલ, આર.એમ.ઓ ડો. અમિત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ, રોગી કલ્યાણ સમિતિના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ UGVCL ની ટીમનો આભાર વ્યક્ત કર્યો.




