મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

વિજિલન્સ ટીમની દેખરેખ હેઠળ વિજાપુરની આશ સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 12 કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા યોજાઈ

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે ચાલી રહી છે. આજે વિજ્ઞાન પ્રવાહના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા યોજાઈ હતી.

વિજાપુર સ્થિત આશ સેકન્ડરી શાળામાં આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા વ્યવસ્થા નિયમિત અને પારદર્શક રીતે સંપન્ન થાય તે હેતુસર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિજિલન્સ સ્ક્વોડની ટીમની નિમણૂક કરવામાં આવી હતી.   વિજિલન્સ સ્ક્વોડના કન્વીનર શ્રી પી. કે. ચૌધરી તથા ટીમ સભ્યો શ્રી એમ. ડી. ઠાકોર, શ્રી એ. બી. ગેલોત અને શ્રી કે. જી. પટેલ દ્વારા પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ પરીક્ષા પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓને નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપવા શુભેચ્છા પાઠવી હતી. ટીમ દ્વારા પરીક્ષા કામગીરીનું સાવચેતીપૂર્વક નિરીક્ષણ કરી સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે ચાલી રહી હોવાનું નિહાળવામાં આવ્યું.