મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

નિધિ સ્કૂલ દ્વારા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની મુલાકાત

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની મુલાકાતે

રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આજ રોજ વિદ્યાર્થીની બહેનોને શૈક્ષણિક અભ્યાસ અર્થે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શીતલ પાર્ક બ્રાન્ચની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેઓને બેંકના બ્રાન્ચ મેનેજર રાહુલ પરીખ દ્વારા બેંકની સમજણ આપવામાં આવી હતી. તેમજ બેંક દ્વારા થતા કામગીરીની સમજ આપી હતી. સાથે વિદ્યાર્થીની બહેનોને માઇનોર એટલે કે બાર વર્ષના થાય ત્યારથી જ બેંક દ્વારા ખાતું ખોલવામાં, ચેકબુકમાં સાઇન દ્વારા પૈસા ઉપાડવામાં તેમજ ડેબિટ કાર્ડ દ્વારા પૈસા ઉપાડી શકવાની સુવિધા બેંક તરફથી આપવામાં આવતી હોય તેની સમજણ આપી હતી,   ઉપરાંત ખાતું ખોલાવવા, લોકર મેળવવા, લોન મેળવવા માટે થતી પ્રોસેસની માહિતી પણ આ તકે વિદ્યાર્થીનીઓને બેંક તરફથી આપવામાં આવી હતી, મુલાકાત સમયે બેંક દ્વારા વિદ્યાર્થીની બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, શૈક્ષણિક અભ્યાસ અર્થે થયેલી મુલાકાતમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ,હર્ષદ રાઠોડ,અસ્મિતા ડાભી, રજીયા રાજપરી જોડાયેલા હતા.