મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

CET પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આચાર્ય રાજેશકુમાર ડી. સોલંકી દ્વારા શુભેચ્છા અને આશીર્વાદ

માણકોલ પ્રાથમિક શાળાના ધોરણ–૫ ના વિદ્યાર્થીઓ સીઈટી (CET) પરીક્ષા આપવા માટે ઇન્ટરનેટના સ્કૂલ, કુવાર ખાતે ઉત્સાહભેર ગયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, આશા અને ઉજ્જવળ ભવિષ્યની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી.

વિદ્યાર્થીઓને પરીક્ષામાં શ્રેષ્ઠ સફળતા મળે તે માટે માણકોલ પ્રાથમિક શાળાના આચાર્ય  રાજેશકુમાર ડી. સોલંકી દ્વારા હૃદયપૂર્વક શુભેચ્છા અને આશીર્વાદ આપવામાં આવ્યા. તેમણે બાળકોને નિર્ભય બની, સંપૂર્ણ એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી અને કહ્યું કે પરિશ્રમ તથા નિયમિત અભ્યાસ જ સફળતાની સાચી ચાવી છે. શાળાના શિક્ષકગણ દ્વારા પણ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન શિસ્તબદ્ધ, સુવ્યવસ્થિત અને વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવ્યું હતું. માણકોલ પ્રાથમિક શાળા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત આવા શૈક્ષણિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે પ્રશંસનીય છે.