GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે પ્રકાશ ત્રિવેદી ને ચાર્જ સોપવામાં આવ્યો
રિપોર્ટેડ બાય: અમિત રાવલ, ગાંધીનગરપ્રકાશિત :

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશી નિવૃત્ત થતા તેમના સ્થાને પ્રકાશ ત્રિવેદીને પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ પ્રકાશ ત્રિવેદી, જે હાલ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને વધારાના હવાલા તરીકે પ્રાથમિક શિક્ષણ નિયામકની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી આદેશ ન થાય ત્યાં સુધી તેઓ આ પદની ફરજ સંભાળશે. શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી કાર્યરત અને પ્રશાસનિક અનુભવ ધરાવતા પ્રકાશ ત્રિવેદીની આ નિયુક્તિથી રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કાર્યક્ષમતા, વહીવટી સુચારુતા અને ગુણવત્તામાં સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર આદેશ તારીખ 31 જાન્યુઆરી 2026ના રોજ મંજૂર કરવામાં આવ્યો છે.