GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાતની પ્રથમ જીવીત વ્યક્તિ મેક દાદાની 26 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
તા. ૨૬-૦૧-૨૦૨૬, સોમવારના રોજ ચરોતરના નિસરાયા (તા.બોરસદ,જી.આણંદ) ગામના વતની પ્રેમી ભામાશા (મેક દાદા - મહેન્દ્રભાઈ પટેલ) ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ, પુ.મહર્ષી સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ પદ્મભુષણ (દંતાલી, ભક્તિનિકેતન આશ્રમ), પ.પૂ. સંત રમેતીરામ મહારાજ, ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ પૂર્વ શિક્ષણ મંત્રી, રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ , મંત્રી સ્મિતાબેન રાજ (સરપંચશ્રી, નિસરાયા) ઉપસ્થિત રહ્યા હતા.
મેક દાદાએ પોતાના ગામ માટે ૧૦૦ કરોડથી પણ વધુ દાન કરી ગામને સમૃદ્ધ બનાવ્યું.નિસરાયામાં તેમને ૧૦૦ કરતા પણ વધુ જરૂરિયાત ને ઘરો બનાવી આપ્યા,૨૦૦ કરતા પણ પશુઓ ને રાખવા તબેલા બનાવ્યા,શિક્ષણ ક્ષેત્રમાં તેમણે ખૂબ કામ કર્યું.વિદ્યાર્થીઓની ફી ભરી, તેમને પુસ્તકો અને યુનિફોર્મ આપ્યા.ગામમાં સ્ટ્રીટ લાઇટો,પેવરબ્લોક,બાળકોને રમવા માટે બાગ બનાવ્યા. શાળાનું મકાન નવું બનાવી તેમાં દરેક સુવિધા કરી આપી.ગામમાં આવેલા તળાવનું પણ નવનિર્માણ કરાવી તેની આસપાસ ચાલવા માટે રસ્તા બનાવ્યા.
મેક દાદા ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલનો જન્મ ૧૯૩૯માં ગરીબ ઘરમાં થયો હતો.ગામના લોકો એ વિચાર્યું નહોતું કે મહેન્દ્ર મોટો થઈ વિશ્વમાં પોતાનું અને ગામનું નામ રોશન કરશે.મહેન્દ્રભાઈ એ ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયરિંગમાં ભારતમાં જ કર્યું.તે એક કુશળ રમતગમતમાં પણ નિપુર્ણ હતા તે સમયે ભારતના પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજી એ ઓલરાઉન્ડર વિદ્યાર્થી નો એવોર્ડ આપ્યો હતો.
આગળનો અભ્યાસ મહેન્દ્રભાઈ એ અમેરિકા ની yale યુનિવર્સિટીમાં માસ્ટર ઇન સિવિલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી IBM કંપનીમાં ૧૯૬૪ માં કામ કર્યું.આગળ જાતે તેમણે પોતાનો bussiness પટેલ કન્સલ્ટન્ટ કોર્પોરેશન નામની કંપની બનાવી. તેઓ ભારતીય હતા જેમણે અમેરિકાની ધરતી પર પહેલી કંપની બનાવી.
તેમણે ૮૫ વર્ષ ની ઉંમરે આજની લેટેસ્ટ ટેક્નોલૉજી AI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માં પોસ્ટ ગ્રાજયુએશન કરી વિશ્વમાં બતાવ્યું કે ભણવાની કોઈ ઉંમર નહીં હોતી. તેમને વારંવાર પોતાના વતન અને ગામની ચિંતા થતી હતી કે પોતાના વતન અને ગામ માટે કઈક કરવું છે. તેમને ગામ છોડે ૭૦ વર્ષ થઈ ગયા હતા.તેમને નિસરાયા ગામના યુવાન સરપંચ વિજયસિંહ રાજનો સંપર્ક કર્યો. જે ગામને સમૃદ્ધ બનાવવા પ્રયત્નો અને વિકાસના કામો કરવા માટે જરૂરી મદદ કરવાની જવાબદારી લીધી. આજે ચરોતરનું નિસરાયા ગામ વિકાસના કામોમાં આગળ વધી રહ્યું છે





