GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ઉપલેટામાં હૃદયદ્રાવક ઘટના 16 વર્ષીય સગીર વિદ્યાર્થીએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
રિપોર્ટેડ બાય: કાનભાઈ સુવા, ઉપલેટાપ્રકાશિત :
ફોટો 1 / 2
ઉપલેટામાં હૃદયદ્રાવક ઘટના 16 વર્ષીય સગીર વિદ્યાર્થીએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. રાજકોટ-પોરબંદર ટ્રેન (નંબર ૧૯૨૦૮) હેઠળ મોજ નદીના રેલવે પુલ પર વિદ્યાર્થીએ આત્મઘાતી પગલું ભર્યું હતું. ઓળખપત્રના આધારે મૃતકની ઓળખ માર્શલ કિશોરભાઈ ચાડસાણીયા (રહે. મોટી પાનેલી) તરીકે થઈ છે. મૃતક સગીર જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૃતક યુવકનો પરિવાર મોટી પાનેલીમાં નવી ગ્રામ પંચાયત પાસેના દર્શન એપાર્ટમેન્ટમાં રહે છે, ત્યારે આ બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો, સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી રેલવે પોલીસે હાથ ધરી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા આશાસ્પદ યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


