GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
ગુજરાત સારસ્વત સન્માન 2026
રિપોર્ટેડ બાય: રાજેશ કુમાર ડી સોલંકી, સાણંદપ્રકાશિત :
ફોટો 1 / 4
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને પાલનપુર, સાબરકાંઠા જિલ્લામાં આયોજિત ગુજરાત સારસ્વત સન્માન – ૨૦૨૬ કાર્યક્રમમાં સાણંદ તાલુકાની માણકોલ પ્રાથમિક શાળાના શ્રેષ્ઠ અને સેવાભાવી શિક્ષક રાજેશ કુમાર ડી. સોલંકીનું ભવ્ય સન્માન અને આભિવાદન કરવામાં આવ્યું. શિક્ષણ ક્ષેત્રે આપેલા તેમના અવિરત પ્રયત્નો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની નવીન પ્રવૃત્તિઓ, મૂલ્યઆધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા સમાજહિતના કાર્યોને ધ્યાનમાં રાખી તેમને આ ગૌરવસભર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. રાજેશ કુમાર ડી. સોલંકીના કાર્યની વિશેષ પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા સમર્પિત શિક્ષકો જ સમાજ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના સાચા ઘડવૈયા હોય છે. તેમની સેવાઓ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાસ્ત્રોતરૂપ છે.
આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો, શિક્ષણવિદો, શાળા પરિવારના સભ્યો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાજેશ કુમાર ડી. સોલંકીને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.




