મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની

દમણ ખાતે સરકારી સ્કૂલની અંદર સ્ટેટ લીગલ સર્વિસ ર્ઓથોરિટી અને પ્રયાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે બાળ સુરક્ષા વિશે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર બાળકોને બાળ લગ્ન અને પોકસો કાયદો વિશેની વિશેષ સમજણ આપવામાં આવી હતી તથા બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની એક વિષયની પણ માહિતી આપવામાં આવી હતી અને બાળ મજૂરી કાયદાનુ અમલીકરણ  થાય તે માટે પણ માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા ચાલતા 100 દિવસના બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળકો અને તેમના પ્રિન્સિપાલ સાથે સ્ટેટ્સ સર્વિસ ઓથોરિટીના અધિકારીઓ અને પ્રયાસ સંસ્થાના કર્મચારીઓ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કરવા માટે પ્રયાસ સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર ઇન્દ્રજીતસિંહ દ્વારા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી સાથે સંકલન કરવામાં આવ્યું હતું. દમણ ખાતે જિલ્લા કક્ષાએ કામ કરતાં સોશિયલ વર્કર આમોલભાઈએ આ કાર્યક્રમની સફળ બનાવવામાં ખૂબ મહેનત કરેલી હતી