મુખ્ય સામગ્રી પર જાઓ

GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર

શ્રી સદ્કાર્ય સેવા સમાજનું ધાબળા વિતરણ

શહેરમાં ઠંડીના વધતા ચમકારાને ધ્યાનમાં રાખી, શ્રી સદ્કાર્ય સેવા સમાજ દ્વારા એક હ્રદયસ્પર્શી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના સભ્યો દ્વારા આશરે 800થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા પ્રવૃત્તિ માત્ર એક દિવસની નહીં, પરંતુ સમાજ દ્વારા વર્ષોથી અવિરત રીતે અનેક લોકહિતના કાર્યો કરવામાં આવે છે. જરૂરિયાતમંદોની મદદ કરવી અને સમાજમાં સહાનુભૂતિનો સંદેશ ફેલાવવો એ સમાજનો મુખ્ય ઉદ્દેશ છે. આવા કાર્યોથી સમાજમાં માનવતા અને એકતાનું સંવર્ધન થાય છે. શ્રી સદ્કાર્ય સેવા સમાજના તમામ સભ્યોને આ ઉમદા કાર્ય માટે હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!