GSTV જર્નાલિસ્ટવાચકના સમાચાર
વલ્લભસદન અમદાવાદ ખાતે ભાગવત કથામાં નંદ મહોત્સવની આનંદમય ઉજવણી
રિપોર્ટેડ બાય: પ્રદિપ નાયક, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
નયનાબેન અને રાજેશ ભાઈ પટેલ ના અમૃત વર્ષ નિમિત્તે આયોજીત ભાગવત કથામાં નંદ મહોત્સવની આનંદમય ઉજવણી 📅 તારીખ: ૨૯ ઑક્ટોબર, ૨૦૨૫ 📍 સ્થળ: શ્રી વલ્લભ સદન મંદિર પરિસર ભાગવત કથાના પવિત્ર પ્રસંગ અંતર્ગત આજ રોજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પછી દિવસે ઉજવાતો નંદ મહોત્સવ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. કથાકારશ્રીના મોહક વાણીમાં નંદબાબા અને યશોદાજીના આનંદભર્યા પ્રસંગનું વર્ણન સાંભળતા ભક્તો ભાવવિભોર બની ગયા. નંદ મહોત્સવના પાવન પ્રસંગે પ્રિયાંગભાઈ પટેલે નંદબાબાનું અને હર્ષાબેન પટેલે યશોદાજીનું રૂપ ધારણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદ, ભક્તિ અને ઉમંગથી છલકાતો રહ્યો હતો. સમગ્ર કથાસ્થળે ભક્તિગીતોના સ્વરો ગુંજતા હતા. ગોકુળના માહોલમાં સૌએ “નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયાલાલ કી” ના જયઘોષો સાથે ઉત્સવ ઉજવ્યો. પ્રસાદ વિતરણ અને કીર્તન સાથે કથાસ્થળ ગોકુળ ધામમાં રૂપાંતરિત થઈ ગયું. આ રીતે નંદ મહોત્સવ ભાગવત કથાનો વિશેષ આકર્ષણ બની રહ્યો.





