પશ્મિના શાલ લદ્દાખના ચાંગથાંગ વિસ્તારમાં જોવા મળતી ચાંગથાંગી બકરીની અત્યંત બારીક ઊનમાંથી તૈયાર થાય છે.

સોર્સ: GSTV

આ બકરીઓના શરીર પરથી મે થી જુલાઈ દરમિયાન કુદરતી રીતે ખરતા વાળ ખાસ કાંસકીથી એકત્રિત કરવામાં આવે છે.

સોર્સ: GSTV

એક બકરીમાંથી વર્ષ દરમિયાન માત્ર 150થી 250 ગ્રામ જેટલા જ પશ્મિના રેસા મળે છે.

સોર્સ: GSTV

12થી 16 માઇક્રોન જેટલા બારીક રેસાને કારણે આ શાલ વજનમાં હળવી, મુલાયમ અને ગરમાહટ આપનારી હોય છે.

સોર્સ: GSTV

તેને હાથથી તૈયાર કરવામાં અઠવાડિયાંથી લઈને મહિનાઓ સુધીનો સમય લાગી શકે છે.

સોર્સ: GSTV

મર્યાદિત ઊન, પરંપરાગત કારીગરી અને કારીગરોની મહેનતને કારણે પશ્મિના શાલની કિંમત લાખો રૂપિયા સુધી પહોંચે છે.

સોર્સ: GSTV

વધુ વેબ સ્ટોરીઝ

બધી સ્ટોરીઝ