મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO / મહાદેવનું ડમરુ અને ગણોનો શંખનાદ, જ્યારે ઉસ્તાદ ઝાકિર હુસૈને તબલા સાથે કરી કમાલ

પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને કોઈ પરિચયની જરૂર નથી. ગઈકાલે એટલે કે રવિવારે ઝાકિર હુસૈનનું 73 વર

પ્રખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને કોઈ પરિચયની જરૂર નથી. ગઈકાલે એટલે કે રવિવારે ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અવસાન થયું હતું. આ દરમિયાન જ તેમનો એક મંત્રમુગ્ધ કરનાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમની રજૂઆત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાયરલ થઈ રહેલા વીડિયો વિશે વાત કરીએ તો, ઝાકિર હુસૈન કુશળતાપૂર્વક તબલા પર ભગવાન શિવનું ડમરુ વગાડતા જોવા મળે છે. આ સાથે, તેઓ તેમના તબલા દ્વારા ભગવાન શિવના ગણોના શંખનાદનો દિવ્ય અવાજ ઉત્પન્ન કરતા જોવા મળે છે. 

ઉસ્તાદ ઝાકિર હુસૈન ટ્રિપલ ગ્રેમી જીત્યા

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ઝાકિર હુસૈને પ્રતિષ્ઠિત ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. ઉસ્તાદે આ જીત ભારતને સમર્પિત કરી. તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેન્સ અને ફોલોવર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું, "મારી ગ્રેમી જીત માટે મને મળેલા પ્રેમ, સ્નેહ અને આશીર્વાદથી હું અભિભૂત અને વિનમ્ર છું. તમારા બધાને વ્યક્તિગત રીતે પ્રતિભાવ આપવો મારા માટે અશક્ય છે. પરંતુ ખાતરી રાખો કે તમે બધા મારા હૃદયમાં છો અને હું તમારા દરેકને ધન્યવાદરૂપે નમન કરું છું." તેમણે લખ્યું હતું, "ગ્રેમીમાં ભારત માટે આ એક શાનદાર દિવસ હતો અને મને રાષ્ટ્રધ્વજ લઈ જવા પર ગર્વ છે."

આ સમાચાર શેર કરો