મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હવે ઝાડ ટ્રિમિંગની સેવા માટે ઓનલાઇન પેમેન્ટ થઈ શકશે: એએમસી

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી એકમોમાં ઝાડ ટ્રિમિંગની સેવા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી

તસવીર: gstv

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી એકમોમાં ઝાડ ટ્રિમિંગની સેવા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી અરજી ઓનલાઇન થતી હોવા છતાં નિયત ચાર્જ ભરવા માટે નાગરિકોએ સિવિક સેન્ટર પર ધક્કા ખાવા પડતા હતા, જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો....આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સેવા માટેનું પેમેન્ટ પણ ઓનલાઇન થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થા હેઠળ ઝાડ ડ્રીમિંગ માટે આવનાર વ્યક્તિએ નિયત રકમ ચૂકવવાની રહેશે અને સ્થળ પર જ ઓનલાઇન રસીદ પૂરી પાડવામાં આવશે, જેનાથી નાગરિકોનો સમય બચશે અને કામગીરી વધુ સરળ બનશે.

આ સમાચાર શેર કરો