મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીરના સિંહોના વધતા હુમલા સામે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાની મહત્વની અપીલ

ગીર,અમરેલી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહોના મનુષ્યો પર વધતા

તસવીર: gstv

ગીર,અમરેલી સહિત આસપાસના વિસ્તારોમાં સિંહોના મનુષ્યો પર વધતા હુમલાના બનાવોને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ મુદ્દે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ સિંહનો સ્વભાવ શાંત હોય છે, પરંતુ તેને ડિસ્ટર્બ કરવામાં આવે અથવા તેના વિસ્તારમાં બિનજરૂરી દખલ કરવામાં આવે તો તે હુમલો કરી શકે છે. તેમણે લોકોને ઇલિગલ લાયન શોથી દૂર રહેવા અને સિંહને ક્યારેય નજીકથી જોવા કે પરેશાન ન કરવા અપીલ કરી છે. ખાસ કરીને રાત્રે શિકાર દરમિયાન સિંહને હેરાન ન કરવો જોઈએ. સિંહનો ખોરાક મનુષ્ય નથી, પરંતુ સાવચેતી અને નિયમોનું પાલન કરવામાં આવે તો આવા હુમલાઓ સરળતાથી ટાળી શકાય છે.

આ સમાચાર શેર કરો