મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મણિનગરમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ: હજારો લિટર પાણીનો બગાડ

અમદાવાદના મણિનગરમાં ઉત્તમનગર ગાર્ડન પાસે વહેલી સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકે

તસવીર: gstv

અમદાવાદના મણિનગરમાં ઉત્તમનગર ગાર્ડન પાસે વહેલી સવારે પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું. જેના કારણે ગાર્ડનમાં આવતા નાગરિકોને મુશ્કેલી પડી હતી. સ્થાનિકોએ સમયસર જાણ કરવા છતાં પાણી ખાતાના કર્મચારીઓ સ્થળ પર ન પહોંચતા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. એક તરફ શહેરીજનો પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર તાત્કાલિક આ લીકેજ બંધ કરે તેવી માગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો