VIDEO: પ્રધાનમંત્રીના 'મન કી બાત' કાર્યક્રમનું મણિનગરમાં આયોજન
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો વધુ એક નવો એપિસોડ આજે પ્રસારિત થયો હતો. આ પ્રસંગે સમગ્ર દેશની સાથે અમદાવાદના મણિનગર વિસ્તારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મણિનગરના બુથ નંબર 17 ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયા અને કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર વિપુલ સેવકના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પ્રધાનમંત્રીએ ‘મન કી બાત’ દ્વારા રાષ્ટ્રના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા, જેને ઉપસ્થિત તમામ કાર્યકરોએ અત્યંત ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. પ્રધાનમંત્રીના સંબોધન દ્વારા કાર્યકરોમાં નવો ઉત્સાહ અને સંગઠનાત્મક જોશનો સંચાર થયો હતો. આ રીતે મણિનગરમાં કાર્યકરોએ સામૂહિક રીતે કાર્યક્રમ નિહાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

